Home /News /sport /ICC T20I Ranking: સૂર્યકુમાર યાદવ નંબર વન બેટ્સમેન, ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પણ થયો ફાયદો

ICC T20I Ranking: સૂર્યકુમાર યાદવ નંબર વન બેટ્સમેન, ઇંગ્લેન્ડના બેટ્સમેનોને પણ થયો ફાયદો

સૂર્યકુમાર યાદવ (ફાઇલ ફોટો)

ICC T20I Ranking: ભારતના સ્ટાર ટી-20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આઇસીસીની લેટેસ્ટ T20I રેન્કિંગમાં પોતાની નંબર વનની પોઝિશન જાળવી રાખી છે. સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપ સુપર-12 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ નંબર વન બન્યો હતો.

વધુ જુઓ ...
    ICC T20I Ranking: ભારતના સ્ટાર ટી-20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવે આઇસીસીની લેટેસ્ટ T20I રેન્કિંગમાં પોતાની નંબર વનની પોઝિશન જાળવી રાખી છે. સૂર્યકુમાર યાદવ ટી-20 વર્લ્ડકપ સુપર-12 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યા બાદ નંબર વન બન્યો હતો.

    સૂર્યકુમાર યાદવે 5 ઇનિંગ્સમાં 3 અડધી સદીની ઇનિંગ રમી હતી, તેણે પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને પાછળ છોડીને નંબર વનની ખુરશી મેળવી હતી. સૂર્યકુમાર યાદવના 869 પોઇન્ટ હતા જે સેમિ ફાઇનલ મેચ બાદ ઘટીને 859 પોઇન્ટ થઇ ગયા હતા પરંતુ તેના નંબર વનનું સ્થાન યથાવત રહ્યુ હતુ.

    સૂર્ય ત્રીજો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો

    ટી-20 વર્લ્ડકપની વાત કરવામાં આવે તો સૂર્યકુમાર યાદવ ત્રીજો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો, તેને 189.68ના સ્ટ્રાઇક રેટ અને 59.75ની એવરેજથી 239 રન બનાવ્યા હતા.

    સૂર્યકુમાર યાદવ સિવાય લેટેસ્ટ રેન્કિંગમાં વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડ ટીમના ખેલાડીઓની રેન્કિંગમાં પણ ઉછાળો આવ્યો છે. સેમિ ફાઇનલ મેચમાં ભારત વિરૂદ્ધ 47 બોલમાં 86 રનની ઇનિંગ રમનારા ઇંગ્લેન્ડના ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સે 22 સ્થાનનો કૂદકો માર્યો છે.

    હવે તે 12માં સ્થાન પર પહોચી ગયો છે. એલેક્સ હેલ્સ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ તરફથી બીજો સૌથી સફળ બેટ્સમેન રહ્યો હતો, તેને 42.40ની એવરેજથી 212 રન બનાવ્યા હતા.

    ટોપ 10માં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. હવે તે ત્રીજા નંબર પર પહોચી ગયો છે, તેને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સેમિ ફાઇનલ મેચમાં મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. દક્ષિણ આફ્રિકાનો રિલે રૂસોએ 7માં પોઝિશન પર જગ્યા બનાવી લીધી છે. હવે ન્યૂઝીલેન્ડનો બેટ્સમેન ગ્લેન ફિલિપ્સ 8માં નંબર પર ખસકી ગયો છે.

    બેટ્સમેનોની T20I રેન્કિંગ

    1.સૂર્યકુમાર યાદવ- 859
    2. મોહમ્મદ રિઝવાન- 836
    3. બાબર આઝમ- 778
    4. ડેવૉન કોનવે-771
    5. એડન માર્કરમ- 748
    6. ડેવિડ મલાન- 719
    7. રિલે રૂસો- 693
    8. ગ્લેન ફિલિપ્સ- 684
    9. એરોન ફિંચ- 680
    10. પ્રથમ નિસાંકા- 673

    બોલિંગની યાદીમાં ઇંગ્લેન્ડના બોલર છવાયા

    બોલિંગના રેન્કિંગની વાત કરીએ તો સેમિ ફાઇનલ અને ફાઇનલમાં સારી બોલિંગ કરનારા આદિલ રાશીદની રેન્કિંગમાં સુધારો થયો છે. રાશીદે 5 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે ત્રીજા નંબર પર પહોચી ગયો છે.

    રાશીદે સેમિ ફાઇનલ મેચમાં 20 રન આપીને 1 જ્યારે ફાઇનલ મેચમાં 22 રન આપીને 2 મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. ટૂર્નામેન્ટમાં સૌથી સફળ બોલર સેમ કર્રન 5માં સ્થાન પર પહોચી ગયો છે. ઓલ રાઉન્ડરની યાદીમાં શાકિબ અલ હસન, મોહમ્મદ નબી અને હાર્દિક પંડ્યા ટોપ થ્રીમાં સામેલ છે.
    Published by:mujahid tunvar
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन