આઈસીસી (ICC) દ્વારા નવું T20 રેન્કિંગ (T20 ranking) જાહેર કરાયું છે. જેમાં વિરાટ કોહલી (Virat kohli)નો ટોપ-10માંથી સફાયો થઈ ગયો છે જ્યારે કેએલ રાહુલને ન્યૂઝીલેન્ડની સિરીઝ રમવાથી ફાયદો તયો છે. (KL Rahul ICC T20 Ranking) રાહુલ છઠ્ઠા સ્થાનેથી ઉપર આવી અને પાંચમાં સ્થઆને પહોંચ્યો છે. જ્યારે પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમે (Babar Azam) નંબર વનનો તાજ બરકરાર રાખ્યો છે. બાબર આઝમ 809 રેટિંગ પોઇન્ટ સાથે પહેલા નંબર પર છે.
રાહુલ-રિઝવાનનું સ્થાન સુધર્યુ : પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan)નું સ્થાન પણ આ રેન્કિંગમાં સુધર્યુ છે. તેણે બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં 90 રન બનાવ્યા હતા. જેનો ફાયદો રિઝવાનને થયો છે. રિઝનવાન પાંચમાંથી ચોથા નંબર પહોંચ્યો છે. જ્યારે ન્યૂઝીલેન્ડ સામે સારું રમવાથી રાહુલ એક સ્થાન ઉપર પાંચમાં નંબરે આવ્યો છે.
રોહિત શર્માની સ્ફોટક બેટિંગ છતાં રેન્ક નથી
આ ટોપ-10 ખેલાડીઓની યાદીમાં સ્ફોટક બેટિંગ કરવા છતાં રોહિત શર્માને સ્થાન મળ્યું નથી. રોહિત શર્માએ 159 રન બનાવ્યા છે. પ્લેયર ઓફ ધી સિરીઝ બનવા છતાં કેપ્ટન રોહિત ટોપ-10 રેન્કિંગમાં નથી,
આ અઠવાડિયાના રેન્કિંગમાં ટોપ-3 અડીખમ છે. પહેલા નંબર પર 809 પોઇન્ટ સાથે બાબર આઝમ, ડેવિડ મલાન 805 પોઇન્ટ સાથે બીજા નંબર પર જ્યારે એડન માર્કરામ 796 પોઇન્ટ સાથે ત્રીજા નંબર પર અડીખમ છે. આમ આ ખેલાડીઓને ખૂબ ફાયદો થયો છે.
દિપક ચહરને પણ ફાયદો થયો
આ રેન્કિંગમાં દિરપક ચહરને પણ ફાયદો થશો છે. બોલર્સ અને ઓલરાઉન્ડરના ચાર્ટમાં દિપક ચહર આગળ આવ્યો છે. બોલર્સના ચાર્ટમાં 19 નંબર આગળ આવલી અને 82માં નંબર પર છે જ્યારે ઓલરાઉન્ડરમાં 163માં નંબર પહોંચ્યો છે.
આ રેન્કિંગમાં ભુવેન્શ્વર કુમાર 19માં નંબરે, આર અશ્વિન 92માં નંબરે, અક્ષર પટેલ 112માં નંબર પર છે. આ ત્રણેય બોલર્સને આઈસીસીના રેન્કિંગમાં ફાયદો થયો છે. આ સ્થિતિમાં બોલર્સની સ્થિતિ ન્યૂઝીલેન્ડની સિરીઝ બાદ સુધરી છે.
દર અઠવાડિયે જાહેર થાય છે રેન્કિંગ
ઉલ્લેખનીય છે કે આઈસીસી દ્વારા ટી-20નું રેન્કિંગ દર અઠવાડિયે જાહેર કરવામાં આવે છે. ગત અઠવાડિયે આવેલા રેન્કિંગમાં વિરાટ કોહલી 9માં ક્રમે હતો પરંતુ એક જ અઠવાડિયાાં સ્થિતિ બદલાઈ જતા તે ટોપ-10માંથી બહાર છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર