Home /News /sport /ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક ખેલાડી ટી-20 વર્લ્ડ કપ માટે બન્યો પાકિસ્તાનનો હેડ કોચ

ઓસ્ટ્રેલિયાનો આ વિસ્ફોટક ખેલાડી ટી-20 વર્લ્ડ કપ માટે બન્યો પાકિસ્તાનનો હેડ કોચ

મેથ્યુ હેડનને ટી -20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે.

બે વખતના ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય મેથ્યુ હેડન(Matthew Hayden)ને આગામી ટી 20 વર્લ્ડ કપ (ICC T20 World Cup)માટે પાકિસ્તાનના મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર વર્નોન ફિલેન્ડર (Vernon Philander)ને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બેટ્સમેન મેથ્યુ હેડન (Matthew Hayden)ને આગામી ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે પાકિસ્તાનના હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય વર્નોન ફિલેન્ડર (Vernon Philander)ને બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. ટી 20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાન દ્વારા યોજવામાં આવનાર છે. મહત્વનું છે કે, હેડન બે વખત વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમના સભ્ય રહી ચૂક્યા છે, જ્યારે ફિલેન્ડર ભૂતપૂર્વ નંબર-1 ટેસ્ટ બોલર છે.

આ દરમિયાન પૂર્વ કેપ્ટન રમીઝ રાજા સર્વસંમતિથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નવા ચેરમેન તરીકે ચૂંટાયા છે. થોડા જ સમયમાં હેડન અને ફિલાન્ડરને કોચિંગની જવાબદારી સોંપવાના સમાચાર આવ્યા હતા. હેડનની ગણતરી ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે. તેણે પોતાની કારકિર્દીમાં 103 ટેસ્ટ, 161 વનડે અને 9 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

હેડને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 30 સદી અને 29 અડધી સદીની મદદથી 8625 રન બનાવ્યા હતા. આ સિવાય તેણે વનડેમાં કુલ 6133 રન બનાવ્યા, જેમાં 10 સદી, 36 અડધી સદી ફટકારી અને તેનો સ્ટ્રાઇક રેટ 78 થી વધુ હતો. હેડને ટી 20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 4 અડધી સદીની મદદથી 308 રન બનાવ્યા હતા.

ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ફિલેન્ડરે પોતાની કારકિર્દીમાં 8 અડધી સદીની મદદથી 64 ટેસ્ટ મેચમાં 1779 રન બનાવ્યા હતા જ્યારે આ ફોર્મેટમાં કુલ 224 વિકેટ લીધી હતી. આ સિવાય, વનડેમાં તેણે 30 મેચમાં કુલ 41 વિકેટ લીધી હતી. તેણે 7 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી અને 4 વિકેટ લીધી.

રમીઝ રાજા આગામી ત્રણ વર્ષ માટે પીસીબી આ હોદ્દો સંભાળશે અને એહસાન મણિની જગ્યા લેશે. પીસીબી સાથે રમીઝનો આ બીજો કાર્યકાળ હશે. તેઓ 2003 થી 2004 સુધી બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ હતા. પીસીબીના ચૂંટણી કમિશનર જસ્ટિસ (નિવૃત્ત) શેખ આઝમત સઈદની અધ્યક્ષતામાં બોર્ડની ખાસ બેઠક મળી હતી.

આ પણ વાંચો: ઓIPL 2021: શું IPLને મળશે નવો ચેમ્પિયન ? 8 માંથી માત્ર 5 ટીમો જ જીતી શકી છે ટાઈટલ

1984 થી 1997ની વચ્ચે 205થી વધુ મેચોમાં પાકિસ્તાન માટે 8,674 રન બનાવનાર રમીઝ વરિષ્ઠ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર મણિની જગ્યા લેશે, જેનો કાર્યકાળ ગયા મહિને સમાપ્ત થયો હતો. રાજાએ બોર્ડ ઓફ ગવર્નર્સને કહ્યું, 'પીસીબી ચેરમેન પદ માટે મને પસંદ કરવા બદલ હું તમારા બધાનો આભારી છું. આવનારા સમયમાં, હું ક્ષેત્રની અંદર અને બહાર મજબૂત વિકાસ માટે તમારી સાથે મળીને કામ કરીશ. મારો ઉદ્દેશ એ જ માનસિકતા, જુસ્સો અને સંસ્કૃતિ પાકિસ્તાની પુરુષ ક્રિકેટ ટીમને આપવાનો છે, જેના આધારે પાકિસ્તાની ટીમ વિશ્વની સૌથી ખતરનાક ટીમોમાંની એક હતી.
First published:

Tags: Cricket t20 world cup, Pakistan captain, પાકિસ્તાન ક્રિકેટ બાર્ડ