ICC T20 World Cup: વર્લ્ડકપ સુધી ટીમ ઈન્ડિયાને ફિટ રાખશે પડદા પાછળના આ 'ખેલાડીઓ'

ટીમ ઈન્ડિયાને ફિટ રાખશે પડદા પાછળના 'ખેલાડીઓ'

ટીમ ઈન્ડિયાનો (team India) કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય. દુબઈમાં આઈપીએલના (IPL 2021) બીજા તબક્કાનો ધમાકેદાર આરંભ થયો છે. અને આઈપીએલ બાદ ભારતીય ટીમને ટ્વેન્ટી-20 વર્લ્ડકપ રમવાનો છે.

  • Share this:
    શૈલેષ મકવાણા, અમદાવાદ: ક્રિકેટના ફોર્મેટમાં ખેલાડીઓની બોડી પર બહુ બર્ડન આવતું હોય છે. એમાય ખાસ કરીને ટ્વેન્ટી-20 વર્લ્ડકપ (icc t20 world cup ) અગાઉ IPL રમાઈ રહી છે. ત્યારે જરૂરી છે કે, ટીમ ઈન્ડિયાનો (team India) કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત ન થાય. દુબઈમાં આઈપીએલના (IPL 2021) બીજા તબક્કાનો ધમાકેદાર આરંભ થયો છે. અને આઈપીએલ બાદ ભારતીય ટીમને ટ્વેન્ટી-20 વર્લ્ડકપ રમવાનો છે. આઈપીએલની મોટાભાગની સિઝનમાં જોવા મળ્યું છે કે કોઈને કોઈ દિગ્ગજ ખેલાડી મેદાન પર ઘાયલ થાય છે. વર્લ્ડકપ માટે ભારતના 15 ખેલાડીઓ આઈપીએલની અલગ-અલગ ટીમ તરફથી રમી રહ્યા છે, ત્યારે જે તે ટીમના ફિઝીયો પર આ ખેલાડીને ફિટ રાખવાની મોટી જવાબદારી આવી પડી છે.

    મુંબઈના ફિઝીયો પર મોટી જવાબદારી

    ખાસ કરીને મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians)ની ટીમના ફિઝીયો નીતિન પટેલ (Nitin Patel) અને આસિસ્ટન્ટ ફિઝીયો આશુતોષ નિમ્સે પર સૌથી મોટી જવાબદારી છે. કેમ કે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા છ મહત્વના ખેલાડીઓ ટ્વેન્ટી-20 વર્લ્ડકપમાં પણ રમવાના છે. ભારતીય ટીમના વાઈસ કેપ્ટન અને ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, ઈશાન કિશન અને સ્પિનર રાહુલ ચહર ટ્વેન્ટી-20 વર્લ્ડકપ માટે જાહેર કરાયેલી ટીમમાં સામેલ છે. જેથી ક્રિકેટ ચાહકો આશા રાખી રહ્યા છે કે આઈપીએલના અંતે આ તમામ છ પ્લેયર ફિટ રહે અને વર્લ્ડકપમાં પણ રમે.

    કેપ્ટન કોહલી તમમા ખેલાડીઓ માટે ઉદાહરણ

    ટીમ ઈન્ડિયામાં જ્યારે ફિટનેસની વાત આવે ત્યારે કેપ્ટન કોહલી (Virat Kohli) તમામ ખેલાડીઓ માટે એક ઉદાહરણ સમાન છે. અત્યાર સુધીની પોતાની ક્રિકેટ કરિયરમાં કોહલીએ ફિટનેસ પર બહુ ધ્યાન આપ્યું છે. વર્લ્ડકપમાં કોહલીએ ટીમ ઈન્ડિયાને લીડ કરવાની છે અને બેટિંગ ઓર્ડરમાં સૌથી મહત્વના ખેલાડી તરીકે કોહલીએ પણ આઈપીએલ દરમિયાન ઈજાથી બચવું પડશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતા કોહલીની ફિટનેસ પર ટીમના હેડ ફિઝીયો ઈવાન સ્પિચ્લી નજર રાખી રહ્યા છે. કેપ્ટન કોહલી બાદ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 3 ખેલાડીઓ ઋષભ પંત, આર. અશ્વિન, અક્ષર પટેલને સમગ્ર આઈપીએલમાં દરમિયાન ફિટ રાખવાની જવાબદારી દિલ્હીના ફિઝીયો પ્રતિક ફરહાત પર છે.

    આ પણ વાંચો: IPL 2021: વિરાટ કોહલી ચાલુ સિઝન બાદ RCBની કેપ્ટનશીપ પણ છોડશે, ચોકાવનારો નિર્ણય

    જાડેજા પાસેથી ખેલાડીઓ લઈ રહ્યા છે ફિટનેસ મંત્ર

    ટ્વેન્ટી-20 વર્લ્ડકપમાં ભારત માટે કે.એલ. રાહુલ અને મોહમ્મદ શામી મહત્વના ખેલાડીઓ છે. જેથી કિંગ્સ ઈલેવન પંજાબના ટીમ ફિઝીયો એન્ડ્રુ લેઈપસે આ બંને ખેલાડીઓને ફિટ રાખવા પડશે. ફિલ્ડિંગ અને ફિટનેસમાં ચિત્તા તરીકે જાણીતા ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પાસેથી યુવા ખેલાડીઓ ફિટનેસ મંત્ર લઈ રહ્યા છે. જો કે શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જાડેજાને ચેન્નઈના ફિઝીયો ટોમી સિમ્સેક ફિટ રાખે એ જરૂરી છે. આ તમામ ખેલાડીઓ આઈપીએલ પુરી થયા સુધી ફિટ હશે તો જ વર્લ્ડકપમાં હિટ થશે. કેપ્ટન તરીકે કોહલીનો આ અંતિમ ટ્વેન્ટી-20 વર્લ્ડકપ છે ત્યારે એક પણ ICC વર્લ્ડકપ નહીં જીતવાનું મહેણું ભાંગવું હશે તો ભારતીય ટીમના તમામ ખેલાડીઓને ઈજા વગર હેમખેમ IPL પસાર કરવી પડશે.
    Published by:kuldipsinh barot
    First published: