Home /News /sport /T20 World Cup: UAE સરકારને BCCIએ કરી આવી દરખાસ્ત, આ તારીખથી થશે ટિકિટ બુકિંગ, જાણો કિંમત
T20 World Cup: UAE સરકારને BCCIએ કરી આવી દરખાસ્ત, આ તારીખથી થશે ટિકિટ બુકિંગ, જાણો કિંમત
આ વખતે ટી-20 વર્લ્ડ પરનું આયોજન યુએઈમાં થવાનું છે.
BCCIની યજમાની હેઠળ આગામી 17 ઓક્ટોબરથી ICC T20 વર્લ્ડ કપ રમાશે. ત્યારે વર્લ્ડ કપમાં પ્રેક્ષકોની સંખ્યા બાબતે BCCI મૂંઝવણમાં મુકાયું છે. કોરોના પ્રોટોકોલ હેઠળ દુબઈમાં માત્ર 10 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્હી: BCCIની યજમાની હેઠળ આગામી 17 ઓક્ટોબરથી ICC T20 વર્લ્ડ કપ રમાશે. ત્યારે વર્લ્ડ કપમાં પ્રેક્ષકોની સંખ્યા બાબતે BCCI મૂંઝવણમાં મુકાયું છે. કોરોના પ્રોટોકોલ હેઠળ દુબઈમાં માત્ર 10 ટકા પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી છે. જેથી BCCI અને અમીરાત ક્રિકેટ બોર્ડ (ECB)એ UAE (સંયુક્ત આરબ અમીરાત) સરકાર પાસેથી 25,000 પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી માંગી છે.
ANIના જણાવ્યા અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે, BCCI અને ECB ફાઈનલમાં વધુ પ્રેક્ષકોને સ્ટેડિયમમાં લાવવા માટે UAEના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. જો પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવશે, તો સ્ટેડિયમમાં જોરદાર વાતાવરણ સર્જાશે.
IPL 2021ના બીજા તબક્કાથી પ્રેક્ષકો સ્ટેડિયમમાં આવવા લાગ્યા છે. આ માટે મર્યાદિત સંખ્યામાં લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના બંને ડોઝ લીધા હોય તેવા લોકોને જ ટિકિટ આપવામાં આવી રહી છે. તેમની પાસે સ્ટેડિયમમાં આવવા માટે રસીકરણ પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે.
ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ રોકાઈ છે તે હોટેલ T20 વર્લ્ડ કપ માટે બેઝ બનશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021ની ફાઈનલ અને ICC T-20 વર્લ્ડ કપની શરૂઆત વચ્ચે માત્ર 48 કલાકનું અંતર છે. ત્યારે ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયા ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ હોટેલ Th8 Palmને પોતાનો બેઝ બનાવે તેવી શક્યતા છે.
આ બાબતે ANIએ જણાવ્યું છે કે, ભારતીય ટીમ Th8 Palmમાં રહે તેવી શક્યતા છે. આ ડિલને હજુ આખરી ઓપ આપવામાં આવ્યો નથી. પરંતુ તેના પર ધ્યાન કેન્દ્રિત છે. કોચિંગ સ્ટાફ 2 ઓક્ટોબરની આસપાસ પહોંચવાની તૈયારીમાં છે. T-20 વર્લ્ડ કપ બાયો બબલનો ભાગ બનતા પહેલા તેમને છ દિવસના ક્વોરન્ટાઈનમાંથી પસાર થવું પડશે.
ભારત ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની મેચથી પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચ 24 ઓક્ટોબરે રમાશે. ભારતના ગ્રુપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બે ક્વોલિફાયર ટીમો હશે. વર્લ્ડ કપની પ્રથમ સેમિ-ફાઈનલ 10 નવેમ્બરે અબુધાબીમાં અને બીજી સેમિ ફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે. જયારે અંતિમ મેચ 14 નવેમ્બરે દુબઈ ખાતે રમાશે.
આ દરમિયાન BCCIએ રાજ્ય સંઘો પાસે ટીકીટની જરૂરિયાત અંગે વિગતો માંગી છે. ANI પાસે ઇમેલની નકલ છે. જય શાહે ઈ-મેલમાં લખ્યું છે કે, હું તમને જણાવવા માગું છું કે ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2021 માટે ટિકિટનું બુકિંગ અને વેચાણ 30 સપ્ટેમ્બરથી શરૂ થશે. 4 ઓક્ટોબર, 2021 સુધીમાં તમારા એસોસિએશનના લેટરહેડ પર ટિકિટની તમારી જરૂરિયાત વિશે અમને જાણ કરો તેવી વિનંતી છે.
ટુર્નામેન્ટની ફાઈનલ માટે ટિકિટનો દર અલગ-અલગ છે. જનરલ-સેવર માટે 150 અમીરાત દિરહામ, જનરલ-સ્ટાન્ડર્ડ માટે 400 અમીરાત દિરહામ, પ્રીમિયમ અને પેવેલિયન (ઇસ્ટ/વેસ્ટ) માટે 800 અમીરાત દિરહામ, પ્લેટિનમની ટિકિટની કિંમત 1,500 અમીરાત દિરહામ છે, ગ્રાન્ડ લાઉન્જમાં 4,000 અમીરાત દિરહામ, સ્કાય બોક્સમાં 12,000 અમીરાત દિરહામ અને VIP સ્યુટ્સમાં 15,000 અમીરાત દિરહામ છે. ઉલ્લેખનીય છે કે, 1 દિરહામની કિંમત લગભગ 20 રૂપિયા થાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર