T20 World Cup: ટી-20 વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ, સરકાર વીઝા આપવા તૈયાર

T20 World Cup: ટી-20 વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ, સરકાર વીઝા આપવા તૈયાર

  • Share this:
    નવી દિલ્લી: ભારતમાં આ વર્ષે ઓક્ટોબર- નવેમ્બર યોજાવનાર ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પાકિસ્તાની ટીમ (Pakistan Cricket Team) ભાગ લેવાનો રસ્તો ખુલી ગયો છે. ભારત સરકાર પાકિસ્તાની ટીમ અને મીડિયાને વીઝા આપવા માટે તૈયાર થઇ ગઇ છે. ભારતીય ક્રિકેટ ક્રંટ્રોલ બોર્ડ (BCCI)એ શુક્રવારે થયેલી વર્ચુઅલ મીટિંગ દ્વારા શીર્ષ પરિષદ આ અંગેની જાણકારી આપવામાં આવી છે. મહત્વનું છે કે આ અંગે કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી થોડી વારમાંજ મંત્રાલય દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવશે.

    આ મીટીંગમાં સામેલ બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, ટી ​​-20 વર્લ્ડ કપએ આઈસીસીનો કાર્યક્રમ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પાકિસ્તાની ખેલાડીઓ અને મીડિયા માટેના વિઝાને મંજૂરી આપી દીધી છે. આ બાબતે આગામી મહિનાઓમાં વધુ ચર્ચા કરવામાં આવશે. અગાઉ પીસીબીના અધ્યક્ષ એહસાન મનીએ અલ્ટીમેટમ આપ્યું હતું કે, બીસીસીઆઈએ 31 માર્ચ સુધીમાં પાકિસ્તાની ટીમ માટેના વિઝાની મંજૂરી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. તેના એક દિવસ પછી, એટલે કે 1 એપ્રિલે, આઈસીસીએ બોર્ડ મીટિંગમાં પુષ્ટિ કરી કે આ વિવાદ એક મહિનામાં ઉકેલી લેવામાં આવશે.



    વધુ વાચો: IPL 2021: 12 લાખના દંડથી ડર્યો પંત અમ્પાયરને કહ્યું, એક મીનીટ તમે બગાડી હતી

    મીટિંગમાં કોરોના વાયરસથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે ટૂર્નામેન્ટ અંગે પણ ચર્ચા થઈ હતી. બીસીસીઆઈએ ટૂર્નામેન્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બોર્ડે 9 સ્થળો તૈયાર રાખવાનું કહ્યું છે. જો કે આ અંગે અંતિમ નિર્ણય બાદમાં લેવામાં આવશે. અત્યારે ટૂર્નામેન્ટની ફાઇનલ માટે અમદાવાદને નક્કી કરવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હી, મુંબઇ, ચેન્નાઈ, બેંગ્લોર, હૈદરાબાદ, ધર્મશાળા, કોલકાતા અને લખનઉ છે. બોર્ડના અધિકારીએ જણાવ્યું કે સ્થળ સ્થળને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટ નજીક આવતાની સાથે જ આ નિર્ણય લેવામાં આવશે. હવેથી, ઓક્ટોબર-નવેમ્બરમાં કોરોનાની સ્થિતિ શું હશે તે બાદ તમામ નિર્ણયો લેવામાં આવશે.

    આ ઉપરાંત, સર્વોચ્ચ પરિષદે એ પણ નિર્ણય કર્યો છે કે, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ 2021ના ​​અંતમાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેશે. આ પછી, ન્યુઝીલેન્ડનો પ્રવાસ પણ થશે જે મહિલા વનડે વર્લ્ડ કપ પહેલા યોજાશે.
    Published by:kuldipsinh barot
    First published:April 17, 2021, 16:26 pm

    ટૉપ ન્યૂઝ