ICC T20 world cup 2021 schedule: ટી-20 વર્લ્ડ કપનું શિડ્યૂલ જાહેર, ભારતની પ્રથમ મેચ પાકિસ્તાન સામે

ફાઇલ તસવીર

ICC T20 World Cup 2021 Schedule: ICC પુરુષ ટી-20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન અને યૂએઈમાં રમાશે.

  • Share this:
    નવી દિલ્હી: આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)  તરફથી ટી-20 વિશ્વકપ મુલાબલા માટે શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે.  ICC પુરુષ ટી-20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન (Oman) અને યૂએઈ (UAE)માં રમાશે.  ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે. આયરલેન્ડ, નેધલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા 17 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડ રમવામાં આવશે.

    સુપર 12ના ગ્રુપ-1માં વેસ્ટઇન્ડીઝ, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા ઉપરાંત પ્રથમ રાઉન્ડમાં ગ્રુપ એની વિજેતા ટીમ અને ગ્રુપ બીની રનર અપ ટીમ હશે. જ્યારે ગ્રુપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન ઉપરાંત પ્રથમ રાઉન્ડની ગ્રુપ બીની વિજેતા ટીમ અને ગ્રુપ એની રનર અપ ટીમ હશે.

    ભારતની મેચ:

    24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
    31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
    3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
    5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1
    8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2

    નૉકઆઉટ તબક્કો:

    10 નવેમ્બર: સેમીફાઇનલ 1
    11 નવેમ્બર: સેમીફાઇનલ 2
    14 નવેમ્બર: ફાઇનલ



    ઈશા ગુહા, ડેરેન સામી અને દિનેશ કાર્તિક આજે એટલે કે મંગળવારે T20WorldCup.com અને આઈસીસી ક્રિકેટ એપ પર મેગા ડિજિટલ શૉમાં સામેલ થયા છે. ત્રણેય સિતારા ટી-20 વિશ્વ કપ વિજેતા ટીમનો હિસ્સો રહી ચૂક્યા છે. દિનેશ કાર્તિક 2007માં ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો હિસ્સો હતો. ઈશા ગુહા 2009માં ઇંગ્લેન્ડ અને ડેરેન સામી 2012 અને 2016માં વેસ્ટઇન્ડિઝ સાથે વર્લ્ડ કપ જીતી ચૂક્યો છે.  ગત મહિના ICCએ આ ટૂર્નામેન્ટ માટે ગ્રુપની જાહેરાત કરી હતી. ટી-20 વર્લ્ડ કપ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ વર્ષે ઓમાન અને યૂએઈમાં આયોજીત કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ઉતરશે.

    આ આયોજન પહેલા ભારતમાં થવાનું હતું. જોકે, થોડા મહિલા પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021માં થયેલા વિલંબને પગલે સ્થળ બદલવાની ફરજ પડી હતી. જોકે, હાલ ભારતમાં કોવિડની સ્થિતિ ખૂબ નિયંત્રણમાં છે. જોકે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકા જતાવવામાં આવી છે. ટી-20 વિશ્વ કપ આ જ સમયે આવવાનો છે. આથી ભારતમાં યજમાનનો નિર્ણય ખૂબ જોખમભર્યો માનવામાં આવ્યો હતો.



    આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ

    રાઉન્ડ-1

    ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
    ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન

    સુપર 12

    ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
    ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2
    Published by:Vinod Zankhaliya
    First published: