ICC T20 World Cup 2021: ટી20 વર્લ્ડ કપનો 17 ઓક્ટોબરથી થશે શુભારંભ, જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર 2021 દરમિયાન યોજાશે.

ICC T20 World Cup 2021 Schedule: ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે, જાણો કોણ કોની સામે ક્યારે ટકારાશે

  • Share this:
    T20 World Cup 2021: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (BCCI) ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના સંભવિત ખેલાડીઓના (India Squad for T20 World Cup) નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિરાટ કોહલીની (Virat Kohli) આગેવાનીમાં 17 ઓક્ટોબરથી ટી20 વર્ડ્ કપ માટે ઉતરનારી ભારતીય ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે મહેન્દ્ર સિંહ ધોનીને (Dhoni Team India Mentor) નિયુક્ત કરવામાં આવ્યો છે. ધોનીની મેન્ટર તરીકેની પસંદગી BCCIનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા (Indian Cricket Team) ટૂર્નામેન્ટમાં પહેલી મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન (India Vs Pakistan T20 Match) સામે રમશે. ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતમાં પ્રસ્તાવિત હતો. પરંતુ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને કારણે BCCIએ તેને યૂએઇ (UAE) અને ઓમાનમાં (Oman) સ્થળાંતરિત કરી દીધો.

    17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે યોજાશે ટી20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021 Schedule)

    ICC ટી20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન (Oman) અને યૂએઈ (UAE)માં રમાશે. ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે. આયરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. આ પહેલા 17 ઓક્ટોબરથી પ્રથમ રાઉન્ડ રમવામાં આવશે.

    આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ (ICC T20 World Cup Teams and Groups)

    રાઉન્ડ-1

    ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
    ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન


    સુપર 12

    ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
    ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2


    આ પણ વાંચો, T20 World Cup 2021: ધોનીના Mentor બનવાથી ટીમ ઈન્ડિયાને થશે 5 ફાયદા, બનાવશે ચેમ્પિયન!

    ભારતની પહેલી મેચ પાકિસ્તાન સામે, જાણો ક્યારે, કોની સામે ટકરાશે


    >> 24 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન
    >> 31 ઓગ્ટોબર: ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ
    >> 3 નવેમ્બર: ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન
    >> 5 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર બી-1
    >> 8 નવેમ્બર: ભારત વિરુદ્ધ ક્વૉલિફાયર એ-2

    આ પણ વાંચો, T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

    14 નવેમ્બરે યોજાશે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ 

    >> 10 નવેમ્બર: સેમીફાઇનલ 1
    >> 11 નવેમ્બર: સેમીફાઇનલ 2
    >> 14 નવેમ્બર: ફાઇનલ
    Published by:Mrunal Bhojak
    First published: