Home /News /sport /

ICC T20 Rules: ICCએ T20 ક્રિકેટના નિયમોમાં કર્યો બદલાવ, સ્લો ઓવર રેટની મળશે કડક સજા

ICC T20 Rules: ICCએ T20 ક્રિકેટના નિયમોમાં કર્યો બદલાવ, સ્લો ઓવર રેટની મળશે કડક સજા

ICC T20 Cricket News Rules : આઈસીસી ટી-20 મેચમાં હવે લાગુ પડશે નવા નિયમ

T20 Playing Condition: ઈન્ટરનેશનલ ક્રિકેકટ કાઉન્સિલ (ICC)એ શુક્રવારે ટી20 (T20 ક્રિકેટ)ની પ્લેઇંગ કન્ડિશનમાં પરિવર્તનની જાહેરાત કરી છે. આ નવા નિયમ 16મી જાન્યુઆરીથી લાગુ થશે

    T20 Playing Condition: આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC Rules) દ્વારા ટી20 ક્રિકેટના નિમયોમાં પરિવર્તન કર્યુ છે (T20 New Rule). આ નવા નિયમો આગામી 16મી તારીખ વેસ્ટઇન્ડિઝના સબીના પાર્કમાં યોજાનારી વેસ્ટઇન્ડિઝ આયર્લેન્ડની એક માત્ર ટી-20 મેચથી લાગુ થઈ જશે. નવા નિયમો મુજબ સ્લો ઓવરરેટની આકરી સજા મળશે. આઈસીસીએ આ પરિવર્ત કર્યા છે ત્યારે જાણો સ્લો ઓવર રેટ કેમ પડશે કેપ્ટન અને ટીમને ભારે

    ICCT20ના નવા નિયમ : આઈસીસી ટી20ના નવા નિયમ મુજબ સ્લો ઓવરરેટ માટે પેનલ્ટી મેચ દરમિયાન જ લગાડવામાં આવશે. આ સાથે પ્રત્યેક સીરીઝમાં દરેક મેચ દરમિયાન 2.5 મિનિટનો ઓપ્શનલ ડ્રિક્સ બ્રેક્સ પણ લઈ શકાશે.જોકે, આના માટે અગાઉથી બંને દેશના બોર્ડે સમજૂતી સાધવી પડશે.

    બોલિંગના સમય : ઓવરરેટના નિયમ પ્લેઇંગ કન્ડિશનના પેરા 13.8 મુજબ સુનિશ્ચિત કરવામાં આવે છે કે એક ફિલ઼્ડીંગ સાઇડની અંતિમ ઓવરનો પહેલા બોલને ચોક્કસ અથવા અગાઉથી નક્કી કરાયેલા સમયની અંદર જ ફેંકવો પડે છે.

    નવા નિયમ મુજબ કોઈ ટીમ ઓવર રેટમાં નક્કી સમયથી જો પાછળ રહેશે તો તે બાકીના બચેલા સમયમાં 30 ગજના જાયરાની બહાર ઓછામાં ઓછા એક જ પ્લેયર ફિલ્ડીંગ ભરવાની અનુમતિ આપવામાં આવશે.આ સ્થિતિમાં વધારાના ફિલ્ડર 30 ગજના દાયરામાં રહેશે.

    આ પણ વાંચો : IPL 2022: અમદાવાદની IPL ટીમનો મુખ્ય કોચ બનશે નેહરા, ગેરી કર્સ્ટનની હશે આ ભૂમિકા

    હાલમાં શું નિયમ છે

    હાલના નિમય મુજબ પાવરપ્લે બાદ 30 ગજના દાયરાના બહાર પાંચ ફિલ્ડર હોય છે પરંતુ જો સ્લો ઓવરરેટની પેનલ્ટી લાગે તો ચાર જ ફિલ્ડર બહાર રહેશે એટલે કે રનના ઢગલા કરવાની સંભાવના સર્જાયા છે.

    આ પણ વાંચો : Sara Tendulkar: મેડિકલની વિદ્યાર્થીનીમાંથી મોડેલ સુધી આવી રીતે બદલાયું સચિનની લાડલીનું જીવન

    સમિતીએ બદલાવની ભલામણ કરી હતી

    આઈસીસી દ્વારા ક્રિકેટ સમિતીએ આ નિયમમાં બદલાવની ભલામણ કરી હતી. જે નિયમિત રીતે તમામ ફોર્મેટમાં સુધારા અંગે ભલામણ કરવાાં આવી હતી. આ પ્રકારના નિમય ઈન્ગલેન્ડ ક્રિકેટ બોર્ડની હન્ડ્રેડ સ્પર્ધામા લાગુ કરવામાં આવ્યા હતા.



    આ નિયમો મહિલા અને પુરૂષ બંને ક્રિકેટમાં લાગુ થશે. આગામી મહિલા ટી-20 મેચ 18મી જાન્યુઆરએ સાઉથ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે સેન્ચુરિયનમાં રપમાશે. આ ત્રણ મેચની સીરિઝમાં આ નિયમો લાગૂ પડશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Cricket News Gujarati, T20, આઇસીસી

    આગામી સમાચાર