Home /News /sport /T20 વર્લ્ડકપ: વરસાદ નહી બગાડી શકે સેમિ ફાઇનલ-ફાઇનલનો રોમાંચ, ICCએ કરી ખાસ તૈયારી

T20 વર્લ્ડકપ: વરસાદ નહી બગાડી શકે સેમિ ફાઇનલ-ફાઇનલનો રોમાંચ, ICCએ કરી ખાસ તૈયારી

ટી-20 વર્લ્ડકપ ટ્રોફી (ફાઇલ)

T20 Worldcup: ICC ટી-20 વર્લ્ડકપ 2022 દરમિયાન કેટલીક મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ છે તો કેટલાકનું પરિણામ ડકવર્થ લુઇસ નિયમથી આવ્યુ હતુ. વરસાદે ટી-20 વર્લ્ડકપ સુપર- 12 મેચ દરમિયાન કેટલીક ટીમને મુશ્કેલીમાં મુકી હતી. વરસાદને કારણે જ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની મેચ રદ થઇ હતી જેને કારણે આફ્રિકન ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવુ પડ્યુ હતુ.

વધુ જુઓ ...
    T20 Worldcup: ICC ટી-20 વર્લ્ડકપ 2022 દરમિયાન કેટલીક મેચ વરસાદને કારણે રદ થઇ ગઇ છે તો કેટલાકનું પરિણામ ડકવર્થ લુઇસ નિયમથી આવ્યુ હતુ. વરસાદે ટી-20 વર્લ્ડકપ સુપર- 12 મેચ દરમિયાન કેટલીક ટીમને મુશ્કેલીમાં મુકી હતી. વરસાદને કારણે જ દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેની મેચ રદ થઇ હતી જેને કારણે આફ્રિકન ટીમે વર્લ્ડકપમાંથી બહાર થવુ પડ્યુ હતુ.

    હવે ટી-20 વર્લ્ડકપમાં સેમિ ફાઇનલનો જંગ શરૂ થવા જઇ રહ્યો છે. એવામાં આઇસીસીએ વરસાદ સામે લડવા માટે ખાસ તૈયારી કરી છે. આઇસીસીની આ ખાસ વ્યવસ્થાથી વરસાદને કારણે મેચ રદ નહી થાય અને આખી મેચ રમાશે.

    સેમિ ફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો

    ટી-20 વર્લ્ડકપ 2022ની સેમિ ફાઇનલથી નૉકઆઉટ મુકાબલા શરૂ થઇ જશે. એવામાં આ મેચ દરમિયાન વરસાદ કોઇ રીતની મુશ્કેલી ઉભી કરે છે તો તેને લઇને આઇસીસીએ રિઝર્વ ડે રાખ્યો છે. જો વરસાદને કારણે નિર્ધારિત સેમિ ફાઇનલ અને ફાઇનલના દિવસે મેચનું પરિણામ નથી આવતુ તો તેના આગળના દિવસે આખી મેચ રમાશે. એવામાં જો 9 નવેમ્બરે પાકિસ્તાન વર્સિસ ન્યૂઝીલેન્ડ અને 10 નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર સેમિ ફાઇનલ મેચ દરમિયાન વરસાદ દખલ આપે છે તો આ મેચને આગળના દિવસે એટલે કે રિઝર્વ ડેમાં પૂર્ણ કરવામાં આવશે.

    ભારત-ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં કેવુ રહેશે એડિલેડમાં હવામાન

    હવામાન વિભાગ અનુસાર, 10 નવેમ્બરે ભારત અને ઇંગ્લેન્ડ મેચ દરમિયાન એડિલેડ ઓવલમાં વરસાદની કોઇ સંભાવના નથી. એવામાં ફેન્સ માટે આ મોટી ખુશખબરી છે. જોકે, મેચના દિવસે એડિલેડમાં વાદળ છવાયેલા રહેશે.

    મહત્વપૂર્ણ છે કે આ પહેલા સુપર-12 ગ્રુપ બીમાં ભારત અને બાંગ્લાદેશની મેચ રમાઇ હતી. આ મેચમાં વરસાદે મુશ્કેલી ઉભી કરી હતી જેને કારણે મેચમાં ઓવર ઓછી કરીને 14 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ મેચ એડિલેડ ઓવલમાં રમાઇ હતી. જે બાદ ફેન્સ આ વાતથી પરેશાન હતા કે શું સેમિ ફાઇનલ દરમિયાન પણ વરસાદ મજા ખરાબ કરી નાખશે. હવે હવામાન વિભાગે ફેન્સને સારા સમાચાર આપતા જણાવ્યુ કે મેચમાં વરસાદનું કોઇ અનુમાન નથી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: T20 WorldCup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन