ક્રિકેટના એક અબજથી વધારે પ્રશંસકો, 92 ટકાને ટી-20 પસંદ

News18 Gujarati
Updated: June 27, 2018, 7:13 PM IST
ક્રિકેટના એક અબજથી વધારે પ્રશંસકો, 92 ટકાને ટી-20 પસંદ

  • Share this:
દુનિયાભરમાં ક્રિકેટના એક અબજથી વધારે પ્રશંસકો છે અને તેમાં 92 ટકા સૌથી લોકપ્રિય ફોર્મેટ ટી-20ને પસંદ કરે છે. આઈસીસી દ્વારા કરાવવામાં આવેલ એક વૈશ્વિક સર્વેક્ષણમાં આ વાતનો ખુલાસો થયો છે. આઈસીસીના આ સર્વે પ્રમાણે એક તરફ જ્યાં દુનિયા ભરમાં ક્રિકેટના એક અબજથી વધારે પ્રશંસકો છે. જેમાં 90 ટકા ભારતીય ઉપમહાદ્વિપ (ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા)માંથી આવે છે.

આઈસીસીએ આ સર્વે એ જાણવા માટે કર્યો છે કે ક્રિકેટનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે. આ માધ્યમથી આઈસીસીને આ રમતના વૈશ્વિક વિકાસ માટે આગળની રણનિતી પર કામ કરવામાં મદદ મળશે. સર્વે 12 ક્રિકેટના સભ્યો દેશો ઉપરાંત ચીન અને અમેરિકામાં પણ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણે ક્રિકેટને પસંદ કરનાર પ્રશંસકો 16 થી 69 વર્ષના એજ વર્ગના છે અને દુનિયા ભરમાં ક્રિકેટને પસંદ કરનારની એવરેજ ઉંમર 34 વર્ષ છે. સર્વેમાં લગભગ 19 હજારથી વધારે લોકોએ ભાગ લીધો હતો.

ટી-20 પછી લગભગ 88 ટકા લોકોને વન-ડેમાં રસ છે. જ્યારે 87 ટકા લોકોનો મત છે કે ટી-20 ફોર્મેટનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવો જોઈએ. 90 ટકા લોકો હજુ પણ 50 ઓવરના અને ટી-20ના વર્લ્ડ કપને પસંદ કરે છે.

70 ટકા લોકો ટેસ્ટ ક્રિકેટને પસંદ કરે છે. જ્યારે 68 ટકા પ્રશંસકો મહિલા ક્રિકેટ જોવામાં રસ રાખે છે. 70 ટકા પ્રશંસકો ઇચ્છે છે કે મહિલા ક્રિકેટનું વધારેમાં વધારે પ્રસારણ થવું જોઈએ.
First published: June 27, 2018, 7:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading