Home /News /sport /

ICC રેન્કિંગ : ટીમથી બહાર હોવા છતાં નંબર-1 છે આ ખેલાડી, વિરાટ બીજા નંબરે

ICC રેન્કિંગ : ટીમથી બહાર હોવા છતાં નંબર-1 છે આ ખેલાડી, વિરાટ બીજા નંબરે

    ICC દ્વારા જાહેર કરાયેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં બેટ્સમેન્સમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલી બીજા સ્થાને યથાવત છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો પ્રતિબંધિત પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને પર છે. ઇંગ્લેન્ડનો કપ્તાન જો રૂટ ત્રીજા સ્થાને છે. તાજેતરમાં હેડિંગ્લે ટેસ્ટમાં શાનદર પ્રદર્શન કરવા પર ઇંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સ અને સ્ટુઅર્ટ બૉર્ડને ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. ઈંગ્લેન્ડ તરફથી બેટ્સમેનોમાં એકમાત્ર ખેલાડી જો રૂટ ટોપ-10માં જગ્યા બનાવી શક્યો છે.

    ઓસ્ટ્રેલિયન કેપ્ટન સાઉથ આફ્રિકા વિરૂદ્ધ વિવાદીત ટેસ્ટ સિરીઝ દરમિયાન ટીમથી બહાર થઈ ગયો હતો. આ મેચમાં કેપ્ટન સ્મિથે બોલ સાથે ચેડા કરવાનો આરોપ સ્વીકાર્યા બાદ તેના પર એક વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે, ટીમની બહાર હોવા છતાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ ટેસ્ટ રેન્કિંગમાં હજું સુધી નંબર-1 ચાલી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી પાસે તક રહેશે નંબર વન બનવાની

    બોલરોનાં ટેસ્ટ રેન્કિંગમાં બ્રોડને બે સ્થાનનો ફાયદો થયો છે જ્યારે વૉક્સને એક સ્થાનનો ફાયદો થયો છે. બ્રોડ હવે 12માં સ્થાને છે અને વૉક્સ 34માં સ્થાને. જેમ્સ એન્ડરસન બીજા નંબરે અને દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડો પ્રથમ સ્થાને છે. પાકિસ્તાનનાં બોલરોને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. શાદાબ ખાન 93માં નંબરે, મોહમ્મદ આમિર 20માં અને મોહમ્મદ અબ્બાસ 32માં નંબર પર છે.

    બેટ્સમેન્સમાં જોશ બટલરને 19 સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે 63માં સ્થાને આવી ગયો છે. એલિસ્ટર કુક 13માં સ્થાને પહોંચ્યો છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Icc rankings, વિરાટ કોહલી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन