Home /News /sport /ICC Ranking : વન-ડેમાં વિરાટ કોહલી અને બુમરાહ ટોચના સ્થાને યથાવત્

ICC Ranking : વન-ડેમાં વિરાટ કોહલી અને બુમરાહ ટોચના સ્થાને યથાવત્

વન-ડેમાં વિરાટ કોહલી અને બુમરાહ ટોચના સ્થાને યથાવત્

કોહલી 899 પોઇન્ટ સાથે બેટ્સમેનોમાં ટોપ પર છે. રોહિત શર્મા બીજા ક્રમાંકે છે

    વન-ડે ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો યથાવત્ છે. ભારતીય સુકાની વિરાટ કોહલી બેટ્સમેનોની રેન્કિંગમાં અને જસપ્રીત બુમરાહ બોલરોની રેન્કિંગમાં નંબર વન છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણી પુરી થયા પછી મંગળવારે જાહેર થયેલ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ટોપનું સ્થાન જાળવી રાખવા સફળ રહ્યા છે.

    કોહલી 899 પોઇન્ટ સાથે બેટ્સમેનોમાં ટોપ પર છે. રોહિત શર્મા બીજા ક્રમાંકે છે. રોહિતનો સાથી ઓપનર શિખર ધવન આઠમાં સ્થાને છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. પૂર્વ ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની 20માં સ્થાને છે.

    બોલરોની યાદીમાં બુમરાહ 841 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને યથાવત્ છે. કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ પણ ટોપ-10માં સ્થાન બનાવવા સફળ રહ્યો છે. કુલદીપ યાદવ ત્રીજા સ્થાને યથાવત્ છે. જ્યારે ચહલ ત્રણ સ્થાનના ફાયદા સાથે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે.

    આ પણ વાંચો - હવે લગ્ન પણ કરાવશે મહેન્દ્રસિંહ ધોની! જાણો કેવી રીતે

    અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 353 પોઇન્ટ સાથે દુનિયાનો ટોપ ઓલરાઉન્ડર છે. ટીમ રેન્કિંગની વાત કરવામાં આવે તો ભારત 121 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડ 126 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Icc rankings, આઇસીસી, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन