મિતાલી રાજ વન-ડે રેન્કિંગમાં ફરી ટોપ પર, સ્મૃતિ મંઘાના ટી-20ના કરિયરના બેસ્ટ ત્રીજા સ્થાન પર

તસવીર- AP

ICC Rankings:ભારતીય મહિલા વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj)ફરી એકવાર વનડે રેન્કિંગમાં ટોચ પર પહોંચી ગઈ છે. તે તેની કારકિર્દીમાં 9મી વખત નંબર -1 પર પહોંચી ગઈ છે. વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન સામેની વનડે સિરીઝ બાદ રેન્કિંગમાં સુધારા કરવામાં આવ્યા છે.

 • Share this:
  દુબઈ: ભારતીય કેપ્ટન મિતાલી રાજ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની (ICC) મહિલાઓની વનડે રેન્કિંગમાં 762 પોઇન્ટ સાથે ટોચ પર છે. ડાબોડી બેટ્સમેન સ્મૃતિ મંધાના પણ નવમા સ્થાન સાથે ટોપ 10માં સામેલ છે. મિતાલી 16 વર્ષ કરતાં વધુ સમય પહેલા પ્રથમ વખત બેટ્સમેનની યાદીમાં ટોચ પર પહોંચ્યા બાદ 9મી વખત નંબર વન બેટ્સમેન બની છે. અગાઉની રેન્કિંગમાં ટોચ પર રહેલી વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન સ્ટેફની ટેલર પાંચમા ક્રમે ધકેલાઈ છે. પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણી બાદ રેન્કિંગમાં સુધારા કરવામાં આવ્યા છે. ટેલર 30 પોઇન્ટનું નુકશાન થયું છે.

  બોલરોની યાદીમાં ઝુલન ગોસ્વામી ટોચના 10 માં એકમાત્ર ભારતીય બોલર છે જેમાં પાંચમા સ્થાને છે જ્યારે દીપ્તિ શર્મા ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં 10માં સ્થાને છે. મહિલા ટી-20 આંતરરાષ્ટ્રીય પ્લેયર રેન્કિંગમાં, ભારતીય ઓપનર મંધાના તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગની બરાબરી સાથે ત્રીજા સ્થાને છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ ટી 20 માં 70 રન બનાવ્યા, જે ગયા અઠવાડિયે ફોર્મેટમાં તેની એકમાત્ર મેચ હતી.

  આ પણ વાંચો: IND vs SL: સંજૂ સૈમસન ઘૂંટણની ઈજાથી થયો સ્વસ્થ, ત્રીજી વન-ડેમાં મળી શકે છે ચાન્સ

  મંગળવારે સાપ્તાહિક અપડેટમાં વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ટેલરને 30 પોઇન્ટનું નુકસાન થયું છે. પાંચ મેચની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું હતું. ટેલરને સાપ્તાહિક રેન્કિંગ દરમિયાન ત્રણમાંથી બે મેચમાં બેટિંગ કરવાની તક મળી. તેણે 49 અને 21 રન બનાવ્યા. ગત સપ્તાહે શ્રેણીની પ્રથમ મેચમાં અણનમ સદી સાથે વનડે રેન્કિંગમાં ટોચ પર ઉતરેલા ટેલર પણ ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીમાં ઓલરાઉન્ડરની યાદીમાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે. ટેલરને ત્રણ મેચમાં કોઈ વિકેટ મળી નહોતી, જેના કારણે તે ઓલરાઉન્ડરની યાદીમાં પણ ત્રણ સ્થાન નીચે આવી ગઈ છે.
  Published by:kuldipsinh barot
  First published: