Home /News /sport /ICC Rankings: 10 વર્ષ પછી બુમરાહે બોલર તરીકે મેળવ્યા સૌથી વધારે પોઇન્ટ

ICC Rankings: 10 વર્ષ પછી બુમરાહે બોલર તરીકે મેળવ્યા સૌથી વધારે પોઇન્ટ

ICC Rankings:10 વર્ષ પછી બુમરાહે બોલર તરીકે મેળવ્યા સૌથી વધારે પોઇન્ટ

આઈસીસી વન-ડે રેન્કિંગમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ નંબર વન તરીકે પોતાનું સ્થાન મજબુત બનાવ્યું

    આઈસીસી વન-ડે રેન્કિંગમાં ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણીમાં 453 રન બનાવી નંબર વન તરીકે પોતાનું સ્થાન મજબુત બનાવ્યું છે. નવા રેન્કિંગમાં કોહલીએ 15 પોઇન્ટ મેળવ્યા છે અને તેના 899 પોઇન્ટ થઈ ગયા છે. તે બીજા ક્રમે રહેલા ભારતના રોહિત શર્મા કરતા 28 પોઇન્ટ આગળ પહોંચી ગયો છે. રોહિત 871 રેટિંગ સાથે બીજા ક્રમે છે, આ તેનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. બીજી તરફ ખરાબ પ્રદર્શનના કારણે શિખર ધવનને રેન્કિંગમાં નુકશાન થયું છે. તે ચાર સ્થાનના નુકસાન સાથે 9માં ક્રમાંકે આવી ગયો છે.

    બોલિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન પર યથાવત્ છે. તેણે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ મેળવ્યા છે. જે દક્ષિણ આફ્રિકાના શોલોકના 894 રેટિંગ પછી સૌથી વધારે છે. પોલોકે 2008માં આ રેટિંગ મેળવ્યા હતા. આમ 10 વર્ષ પછી કોઈ બોલર આટલા રેટિંગ મેળવવા સફળ રહ્યો છે.

    બીજી તરફ ભારતીય લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈસીસી રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. ચહલે કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ યાદવ 723 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જાડેજા 16 સ્થાનના છલાંગ સાથે 25માં સ્થાને આવી ગયો છે.

    આ પણ વાંચો  - શું ભારતીય ટીમના ખેલાડીઓ PUBG ગેમ રમી રહ્યા છે?

    ટીમ રેન્કિંગમાં ઇંગ્લેન્ડની ટીમ નંબર વન (126 રેટિંગ) પર અને ભારત બીજા સ્થાને યથાવત્ છે. ભારતીય ટીમ (121) ઇંગ્લેન્ડ કરતા પાંચ અંક પાછળ છે. ભારત ત્રીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડ કરતા 9 અંક આગળ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Icc rankings, Jasprit bumrah, આઇસીસી, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन