ICC Rankings: ન્યૂઝીલેન્ડને ચેમ્પિયન બનાવનાર કેન વિલિયમસન ફરી ટોપ પર પહોચ્યો, જેમિસનને થયો ફાયદો

  • Share this:
    દુબઈ: કેન વિલિયમસન(Kane Williamson)તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ટાઇટલ જીત્યો. તેણે ફાઇનલ (WTC Final)ની બીજી ઇનિંગ્સમાં અણનમ અડધી સદી પણ રમી હતી. આને કારણે તે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં(ICC Rankings)ટોચ પર પહોંચી ગયો છે. ફાસ્ટ બોલર કાયલ જેમિસન (Kyle Jamieson)પણ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે. તેણે ફાઇનલમાં 7 વિકેટ લીધી હતી.

    આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી રેન્કિંગમાં કેન વિલિયમસન બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. ફાઇનલમાં 30 વર્ષીય વિલિયમસને પ્રથમ દાવમાં 49 અને બીજી ઇનિંગમાં અણનમ 52 રન બનાવ્યા હતા. તેણે 901 ગુણ મેળવ્યા છે. તેણે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (891)ને પાછળ છોડી દીધો. ત્રીજા નંબરે માર્નસ લબૂશેન, વિરાટ કોહલી ચોથા અને જો રૂટ પાંચમાં સ્થાને છે. ભારતનો રોહિત શર્મા છઠ્ઠા સ્થાને છે અને ઋષભ પંત એક સ્થાન નીચે 7 માં સ્થાને છે. ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવન કોનવેએ પણ ફાઇનલની પહેલી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી. તે 18 સ્થાન પહોંચી ગયો છે. અજિંક્ય રહાણે ત્રણ સ્થાન ઉપર 13માં ક્રમે છે.

    આ પણ વાંચો: અશ્વિન-મિતાલી ખેલ રત્ન, ધવન-કેએલ અને બુમરાહ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ

    જેમ્સન 13માં ક્રમે પહોંચ્યો તેણે 7 વિકેટ લીધી

    ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમ્સને ફાઇનલની પ્રથમ ઇનિંગ્સમાં 5 અને બીજી ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. તે બોલિંગ રેન્કિંગમાં કારકિર્દીના શ્રેષ્ઠ 13માં સ્થાને પહોંચી ગયો છે. મેચમાં ન્યૂઝીલેન્ડના એકમાત્ર ડાબોડી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે 5 વિકેટ લીધી હતી. તેઓ બે સ્થાન ઉપર 11માં સ્થાને આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ પ્રથમ અને ભારતના આર અશ્વિન પહેલાની જેમ નંબર -2 પર છે.

    આ પણ વાંચો: IPLની નવી ટીમોની કિંમતો જાણીને ઉડી જશે તમારા હોશ, BCCI કમાશે 5800 કરોડ

    ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા બીજા સ્થાને

    ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગ વિશે વાત કરીએ તો વિન્ડિઝનો જેસન હોલ્ડર ફરીથી ટોચ પર પહોંચી ગયો છે. ભારતના રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ સંયુક્ત રીતે બીજા નંબર પર છે. જાડેજાના 377 પોઇન્ટ છે. રવિન્દ્ર જાડેજા ફાઇનલમાં બેટ અને બોલથી વધારે સારુ પ્રદર્શન કરી શક્યો ન હતો. આને કારણે તેણે ટોચનું રેન્કિંગ ગુમાવવું પડ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published: