Home /News /sport /ICC rankings: ભારત સામે હારના કારણે ઓસી. કેપ્ટનને રેંકિંગમાં મોટુ નુકસાન, ગુજ્જુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા નંબર વન

ICC rankings: ભારત સામે હારના કારણે ઓસી. કેપ્ટનને રેંકિંગમાં મોટુ નુકસાન, ગુજ્જુ ક્રિકેટર રવીન્દ્ર જાડેજા નંબર વન

ravindra jadeja no 1

JAMES ANDERSON BECOMES NO1: જેમ્સ એન્ડરસન 40 વર્ષનો છે. ગત અઠવાડિયે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપ્યા બાદની એન્ડરસને તેની કારકિર્દીમાં છઠ્ઠી વખત અને 2018 બાદ પ્રથમ વખત ટોચનું સ્થાન મેળવ્યું હતું.

ICC RANKINGS 2023: લેટેસ્ટ આઇસીસી રેન્કિંગ (ICC rankings)માં ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ટેસ્ટ બોલરની કેટેગરીમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. અગાઉ ઓસ્ટ્રેલિયન પેટ કમિન્સના ચાર વર્ષથી ટોચના સ્થાને હતો અને હવે તેનું સ્થાન એન્ડરસને લીધું છે. છેલ્લી કેટલીક ટેસ્ટમાં એન્ડરસનનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. જેના કારણે તે ટોચના સ્થાને પહોંચી ગયો છે.

એન્ડરસન 40 વર્ષનો છે. ગત અઠવાડિયે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં સાત વિકેટ ઝડપ્યા બાદની એન્ડરસને તેની કારકિર્દીમાં છઠ્ઠી વખત અને 2018 બાદ પ્રથમ વખત ટોચનું સ્થાન મેળવ્યું હતું. રેન્કિંગમાં તેના 866 રેટિંગ પોઇન્ટ છે, જ્યારે ભારતના દિગ્ગજ સ્પિનર રવિ અશ્વિન 864 પોઇન્ટ સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. બીજી તરફ કમિન્સ 858 રેટિંગ પોઇન્ટ સાથે બે સ્થાન નીચે ઉતરીને ત્રીજા સ્થાને આવી ગયો છે.

2003માં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ એન્ડરસન અત્યારે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાની બાબતે ત્રીજા ક્રમે છે. તેણે 682 વિકેટ લીધી છે. એન્ડરસન હજુ પણ લાંબા ફોર્મેટમાં ઇંગ્લેન્ડનો મુખ્ય બોલર છે. તેણે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ દાવમાં 3 અને બીજી ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. તેના અને સાથી બોલર સ્ટુઅર્ટ બ્રોડના મેચ વિનિંગ આંકડાઓનેથી ઇંગ્લેન્ડે કિવિઝ ટીમને 267 રનથી પરાજય આપ્યો હતો.

ટોચના પાંચ ઓલરાઉન્ડર્સમાં ત્રણ ભારતીય ખેલાડી

બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામે અદભૂત પ્રદર્શન કર્યા બાદ ભારતના રવિન્દ્ર જાડેજાની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે છ સ્થાન ઉપર ચઢીને બોલરના રેન્કિંગમાં નવમા સ્થાને (763) પર પહોંચી ગયો છે, આ ઉપરાંત તે નંબર વન ઓલરાઉન્ડર (460) તરીકે ટોચ પર રહ્યો છે.

આ પણ વાંચો: ભારત હજુ પણ WTC Final માંથી થઈ શકે છે બહાર, શું કરશે કેપ્ટન રોહિત શર્મા? જાણો ICC નું ગણિત

આ ઉપરાંત હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં 158 રન સાથે આશ્ચર્યજનક રીતે બીજા ક્રમે રહેલા અક્ષર પટેલની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. તે પણ 283 રેટિંગ પોઇન્ટની મદદથી બે સ્થાનના સુધારા સાથે પાંચમા સ્થાને પહોંચી ગયો છે. આ સમયે ટેસ્ટમાં ટોચના પાંચ ઓલરાઉન્ડર્સમાં ત્રણ સ્થાન પર ભારતીય ખેલાડી છે. આ ત્રણેય ખેલાડી જાડેજા, અશ્વિન અને અક્ષર છે.



અહીં ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટ 24મી ફેબ્રુઆરીએ વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાશે. બીજી તરફ ભારત 1લી માર્ચથી ઇન્દોરમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
First published: