Home /News /sport /ICC Rankings:વિરાટ કોહલી અને રબાડા વર્ષના અંતે ટોચના સ્થાને રહ્યા

ICC Rankings:વિરાટ કોહલી અને રબાડા વર્ષના અંતે ટોચના સ્થાને રહ્યા

ICC Rankings:વિરાટ કોહલી અને રબાડા વર્ષના અંતે ટોચના સ્થાને રહ્યા

ભારતીય સુકાની વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો માટે 2018નું વર્ષ ખાસ સિદ્ધિઓથી ભરેલું રહ્યું

    ભારતીય સુકાની વિરાટ કોહલી અને દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો માટે 2018નું વર્ષ ખાસ સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. આ બંનેએ વર્ષના અંતમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.

    વિરાટ કોહલીને ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટની ત્રીજી ટેસ્ટમાં 82 રનની ઇનિંગ્સ રમી હોવા છતા ત્રણ પોઇન્ટનું નુકસાન થયું છે. જોકે તે પોતાના નંબર વનના સ્થાને યથાવત્ છે. તે બીજા ક્રમે રહેલા ન્યૂઝીલેન્ડના કેન વિલિયમ્સ કરતા 34 પોઇન્ટ આગળ છે. કોહલીએ વર્ષ દરમિયાન કારકિર્દીમાં સર્વાધિક 937 રેટિંગ પોઇન્ટ મેળવ્યા હતા. જે એક ભારતીય બેટ્સમેનનો રેકોર્ડ છે.

    ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન (897), ઓસ્ટ્રેલિયાનો સ્ટિવ સ્મિથ (883) અને ભારતનો ચેતેશ્વર પૂજારા (834) ચોથા ક્રમાંકે છે. પૂજારાએ મેલબોર્નની પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. વિકેટકીપર રિષભ પંત દશ ક્રમાંકનો કુદકો લગાવીને 38માં સ્થાને આવી ગયો છે. તે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યો છે.

    બોલિંગમાં દક્ષિણ આફ્રિકાનો કાગિસો રબાડા 880 પોઇન્ટ સાથે નંબર વન બોલર છે. ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન (874)બીજા અને ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ (836)ત્રીજા ક્રમાંકે છે. ભારતીય બોલરની વાત કરવામાં આવે તો રવિન્દ્ર જાડેજા છઠ્ઠા (796) અને આર.અશ્વિન (770)આઠમાં ક્રમાંકે છે. બુમરાહ 12 સ્થાનની છલાંગ લગાવી 16માં સ્થાને આવી ગયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Kagiso rabada, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन