Home /News /sport /અફઘાનિસ્તાન ટીમે બધાને ચોકાવ્યા, શ્રીલંકન ટીમ શર્મસાર

અફઘાનિસ્તાન ટીમે બધાને ચોકાવ્યા, શ્રીલંકન ટીમ શર્મસાર

    ક્રિકેટ મેદાનમાં જ્યારે અફઘાનિસ્તાન ટીમની એન્ટ્રી થઈ ત્યારે તે નવા-નવા કારનામાં કરી રહી હતી. હાલમાં જ અફઘાનિસ્તાનને ટેસ્ટ ટીમનો દરજ્જો આપવામાં આવ્યો છે. તે ઉપરાંત અફઘાનિસ્તાનની અંડર-19 ટીમે પણ જૂનિયર વર્લ્ડકપમાં પાકિસ્તાનને માત આપીને બધાને આશ્ચર્યચકિત કરી નાંખ્યા હતા.

    ત્યાર બાદ અફઘાનિસ્તાન વનડે ટીમે વધુ એક કારનામું કરી નાંખ્યું છે. આ ટીમે આઈસીસી રેન્કિંગની ટી-20 રેન્કિંગમાં એવું કારનામું કર્યું છે, જેના સામે વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી ટીમ શ્રીલંકા શર્મસાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાનની ટીમ હવે આઈસીસીની રેન્કિંગમાં આઠમા નંબર પર આવી ગઈ છે. એટલે કે શ્રીલંકાથી એક નંબર ઉપર આવી ગઈ છે. હાલમાં જ જિમ્બાબ્વે વિરૂદ્ધ રમાયેલી બાઈલેટરલ સિરીઝને અફઘાનિસ્તાને 2-0થી જીતીને આ સ્થાન મેળવી લીધું છે.

    આઈપીએલ નિલામીમાં વેચાયેલ સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક રાશિદખાનનો ઝલવો આ સિરીઝમાં જોવા મળ્યો હતો. તેઓ આ સિરીઝમાં સૌથી વધેર વિકેટ લેનાર બોલર બન્યો હતો. રાશિદે 2 ઓવરમાં નાંખેલી 8 ઓવરમાં 2.35 ઈકોનોમી રેટથી 5 વિકેટ ચટકાવી હતી.

    જ્યારે અફઘાનિસ્તાન ટીમના સૌથી સિનિયર ખેલાડી નબીએ સિરીઝ દરમિયાન બંને મેચોમાં 85.00ની રનરેટથી રન બનાવ્યા હતા. તેની સ્ટાઈક રેટ 160.37ની રહી.

    રાશીદ ખાન પોતાની બેઝ પ્રાઈસ બે કરોડ સાથે નીલામીમાં ઉતર્યો હતો. જોકે, પિતિની ટીમ પંજાબે તેને 9 કરોડમાં ખરીદી લીધો હતો પરંતુ હૈદરાબાદે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી પોતાની ટીમમાં સામેલ કરી લીધો હતો. આમ રાશીદખાને મોટા મોટા દિગ્ગજોને પછાડીને એક મોટી રકમ પોતાના નામે કરી હતી.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Srilanka, અફઘાનિસ્તાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन