નવી દિલ્હી : ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup)ના આયોજનને લઈને લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા આખરે ખતમ થઈ ગઈ છે. આઈસીસીએ (ICC) કોરોના વાયરસની (Coronavirus)મહામારીના કારણે ટી-20 વર્લ્ડ કપ કરીને આગામી વર્ષ સુધી સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોના વાયરસના કારણે સ્ટેડિયમમાં લોકોને જવાની મંજૂરી નથી અને આઈસીસી આ ટૂર્નામેન્ટ ખાલી સ્ટેડિયમમાં થાય તેમ ઇચ્છતી નથી.
લાંબા સમયથી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે વર્લ્ડ કપ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી જશે. ઓસ્ટ્રલિયા પહેલા આ સંભાવનાથી ઇન્કાર કરતું હતું. જોકે ધીરે ધીરે ટૂર્નામેન્ટના આયોજનને લઇને ઢીલ બતાવી હતી. કારણ કે ઓસ્ટ્રેલિયા નફો ઇચ્છતું હતું. તે જાણતું હતું કે મેચો ખાલી સ્ટેડિયમમાં રમાય તો તેને નફા થાય નહીં. તેને ભારત સાથે વર્ષના અંતમાં રમાનાર શ્રેણીમાં રસ છે. તેનું કારણ પણ આર્થિક નફો છે.
આ પણ વાંચો - કોહલી પર ફિદા સુંદર પાકિસ્તાની ક્રિકેટરે કરી સગાઇ, પ્રશંસકોએ કહ્યું - નબળા દિલવાળા ન જોવે ફોટા
આઈસીસી ટૂર્નામેન્ટનો નવો કાર્યક્રમ
આગામી ત્રણ વર્ષમાં આઈસીસીની ત્રણ મોટી ટૂર્નામેન્ટ રમાશે. સૌથી પહેલા આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2021 ઓક્ટોબર અને નવેમ્બરમાં રમાશે. ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. આ પછી 2022માં ટી-20 વર્લ્ડ કપનું આયોજન થશે. ફાઇનલ 13 નવેમ્બરે રમાશે. ત્યારબાદ 2023માં ઓક્ટોબર-નવેમ્બરમાં આઈસીસી વર્લ્ડ કપ યોજાશે. જેનું આયોજન 2023માં થશે.
આઈસીસીના નિર્ણય પછી આઈપીએલના આયોજનની સંભાવના વધી ગઈ છે. રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ 26 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે આઈપીએલનું આયોજન કરાવી શકે છે. જોકે BCCIએ આઈપીએલની 13મી સિઝનના કાર્યક્રમ પર મોહર લગાવી નથી.
Published by:Ashish Goyal
First published:July 20, 2020, 20:54 pm