ટી-20 વર્લ્ડ કપમાં મોટો ફેરફાર કરશે ICC, 16થી વધારી આટલી કરાશે ટીમોની સંખ્યા!

ટી-20 વર્લ્ડ કપમાં મોટો ફેરફાર કરશે ICC, 16થી વધારી આટલી કરાશે ટીમોની સંખ્યા!
આઈસીસી ટ્રોફી સાથે કરીના કપૂર (ફાઇલ ફોટો)

ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે

 • Share this:
  લંડન : આ વર્ષે ઓસ્ટ્રેલિયા (Australia)માં ટી-20 વર્લ્ડ કપનું (T20 World Cup)આયોજન થવાનું છે. જેના માટે બધી ટીમોએ કમર કસી લીધી છે. આ વખતે ફટાફટ ક્રિકેટની આ ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરુ થશે અને 15 નવેમ્બર સુધી ચાલશે. ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. જોકે હવે આઈસીસી ટીમોની સંખ્યાને લઈને મોટો ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.

  જો બધુ યોગ્ય રહ્યું અને આઈસીસી(ICC)ની યોજના લાગુ થઈ તો પછી વર્ષ 2023થી લઈને 2031ના સત્ર દરમિયાન યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. આઈસીસી દ્વારા 2023-31 સત્રમાં ટી-20 વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા 16થી વધારીને 20 કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.  આ પણ વાંચો - પૂજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 50મી સદી ફટકારી, આ ખાસ લિસ્ટમાં થયો સામેલ

  ટેલિગ્રાફ.કો.યૂકેના મતે સ્પોર્ટ્સનો દાયરો વધારવા માટે ટી-20 ફોર્મેટને સર્વશ્રેષ્ઠ રીત માનનાર આઈસીસી (ICC) આ વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે. જેનાથી ક્રિકેટ લોકપ્રિયતાના મામલામાં ફૂટબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોની બરાબરીનો પ્રયત્ન કરી શકે. સમાચાર પત્રના મતે આ મુદ્દા પર 2023-31ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડરને લઈને થનાર બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સત્રનો પ્રથમ ટી-20 વર્લ્ડ કપ 2024માં થશે.

  આઈસીસીએ વૈશ્વિક મીડિયા અધિકાર બજારમાં ઉતરતા પહેલા પ્રત્યેક વર્ષ એક વૈશ્વિક સ્પર્ધાના આયોજનનો પ્રસ્તાવ રાખ્યો છે અને વર્લ્ડ કપમાં ટીમોની વધારે સંખ્યાથી દર્શકોની સંખ્યામાં પણ વધારો થશે. મોટા ટૂર્નામેન્ટનો મતલબ છે કે અમેરિકાના પ્રતિનિધિત્વની સંભાવના વધશે. આઈસીસી અમેરિકાને મોટા બજારના રુપમાં જુવે છે અને અહીં રમતને પ્રોત્સાહન આપવા માટે હાલમાં જ ઘણા પ્રયત્ન કર્યા છે. ભારતીય ટીમ પણ અમેરિકામાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20 મેચ રમી ચૂકી છે. જો ટીમોની સંખ્યા વધારવામાં આવશે તો કેનેડા, જર્મની, નેપાળ અને નાઇજીરિયાની ટીમને પણ રમવાની તક મળી શકે છે.
  Published by:News18 Gujarati
  First published:January 13, 2020, 15:55 pm

  ટૉપ ન્યૂઝ