Home /News /sport /ICC RANKING: કિંગના રેન્કિંગમાં સુધારો! રોહિતથી આગળ નીકળ્યો, પણ બંનેથી આગળ છે આ યુવા ખેલાડી

ICC RANKING: કિંગના રેન્કિંગમાં સુધારો! રોહિતથી આગળ નીકળ્યો, પણ બંનેથી આગળ છે આ યુવા ખેલાડી

rohit sharma virat kohli

છેલ્લા કેટલાક સમયથી કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ હવે કિંગ કોહલીએ પોતાના આગવા ટચમાં ફરીથી વાપસી કરી દીધી છે. વન-ડે ફોર્મેટમાં કોહલીના રેન્કિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને આઇસીસી વન-ડે રેન્કિંગમાં સતત ફાયદો થઈ રહ્યો છે. ફરી એક વખત તેનું રેન્કિંગ સુધરતા કોહલીના ફેન પણ ખુશ થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયથી કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો પરંતુ હવે કિંગ કોહલીએ પોતાના આગવા ટચમાં ફરીથી વાપસી કરી દીધી છે. વન-ડે ફોર્મેટમાં કોહલીના રેન્કિંગમાં ઘણો સુધારો જોવા મળ્યો છે.

કોહલીને રેન્કિંગમાં ફાયદો

છેલ્લે કોહલીએ પોતાની આખરી વન-ડે મેચ ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝમાં ચેન્નઈમાં રમી હતી જ્યાં તેણે અર્ધી સદી ફટકારી હતી. અહીં કોહલીએ 54 રન નોંધાવ્યા હતા છતાં ભારતીય ટીમનો પરાજય થઈ ગયો હતો. જો કે કોહલી ત્યાર પછી વન-ડે રેંકિંગમાં સાતમા ક્રમે આવી ગયો છે.

વિરાટ કોહલી છેલ્લા કેટલાક સમયથી વન-ડે ખેલાડીઓના ટોપ 10 રેંકિંગમાંથી જ બહાર થઈ ગયો હતો પરંતુ હવે ફરીથી કોહલીની ટોપ 10 ખેલાડીઓમાં વાપસી થઈ ગઈ છે અને સાતમા નંબરે કિંગ કોહલી 719 રેટિંગ સાથે આવી ગયો છે. કોહલીએ વન-ડે રેંકિંગમાં કેપ્ટન રોહિત શર્માને પણ પાછળ છોડી દીધો છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા આઠ્મા ક્રમે છે અને તેનું રેટિંગ 707 છે.

આ પણ વાંચો: CSK VS GT: હાર્દિક પંડ્યાની ટીમ સામે ધોનીનો રેકોર્ડ ખરાબ, IPL 2023માં અમદાવાદમાં કોનું પલડું ભારે?

શુભમન ગિલનું જોરદાર ફોર્મ

છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાં બેટિંગ કરી રહેલા ઓપનર બેટર શુભમન ગિલ વન-ડે રેંકિંગમાં ઝડપથી નંબર વનની પોઝિશન તરફ આગળ વધી રહ્યો છે અને તે હાલ પાંચમા ક્રમે છે. હાલ ટોપ પોઝિશન પર પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ છે. શુભમનનું રેટિંગ 738 અને આઝમનું રેટિંગ 887 છે.
First published:

Tags: ICC Ranking, Indian Team, Virat kohli record

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો