આંતરરાષ્ટ્રીય ક્રિકટ કાઉન્સિલ (આઈસીસી)એ વનડે રેન્કિંગની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વનડે સીરીઝમાં ભારતની 4-1થી જીત બાદ જાહેર થયેલા રેન્કિંગમાં ટીમ ઈન્ડિયા બીજો નંબર જાળવી રાખવામાં સફળ રહી છે. ટીમ ઈન્ડિયાના 122 પોઇન્ટ છે અને તે પહેલા નંબર પર બિરાજમાન ઈંગ્લેન્ડ(126)થી થોડીક જ પાછળ છે.
બીજી તરફ, કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ ક્રમશ: બેટ્સમેન અને બોલર્સ ચાર્ટમાં નંબર-1ની પોજિશન પર કબજો જમાવ્યો છે.
ગયા મહિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દમદાર પ્રદર્શન બાદ એમએસ ધોનીને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે. ધોનીને ત્રણ સ્થાનનો ફાયદો થયો છે અને તે 17મા નંબરે પહોંચી ગયો છે.
ભારતની વિરુદ્ધ વનડે સીરીઝમાં 12 વિકેટ લેનારા ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટ બોલર્સના રેન્કિંગમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. બોલ્ટે ચોથી વનડેમાં 5 વિકેટ ઝડપી હતી અને ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી જીતાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી.
બોલ્ટે જાન્યુઆરી 2016માં રેન્કિંગમાં ટોપ કર્યું હતું અને ફરીથી તે જ માર્ગે છે. માત્ર બુમરાહ અને અફઘાનિસ્તાનનો લેગ સ્પિનર રાશિદ ખાન જ તેનાથી આગળ છે. ભારતના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહેલને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે પાંચમાં નંબરે પહોંચી ગયો છે.
બીજી તરફ, ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર 6 નંબરના ફાયદા સાથે 17મા નંબરે પહોંચી ગયો છે. કેદાર જાધવને આઠ સ્થાનનો ફાયદો થયો છે એન તે 35મા નંબરે પહોંચી ગયો છે. દક્ષિણ આફિક્રા તરફથી ક્વિંટન ડી કોકને એક સ્થાનનો ફાયદો થયો છે અને તે આઠમા નંબરે પહોંચી ગયો છે. હાશિમ અમલાને 3 સ્થાનનો ફાયદો થયો છે અને તે 13મા નંબરે પહોંચી ગયો છે. રીજા હેંડ્રિક્સને 36 સ્થાનનો ફાયદો થયો છે અને તે 94મા નંબરે પહોંચી ગયો છે.
બીજી તરફ, ટીમ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ પછડાઈને ચોથા નંબરે પહોંચી ગઈ છે જ્યારે ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર