ICC એ ટીમ ઓફ ધ યર (ICC Team of the Year) જાહેર કરી છે. જેમાં 2022ના વિશ્વના ટોચના 11 ખેલાડીઓને (11 outstanding individuals) મૂકવામાં આવ્યા છે. આ 11 ખેલાડીઓ (List of 11 Players) માં જોસ બટલર (કેપ્ટન/ વિકેટ કિપર), મોહમ્મદ રીઝવાન, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ગ્લેન ફિલીપ્સ, સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, સેમ કર્રન, વાનિન્દુ હસરંગા, હેરિસ રોફ, જોશ લિટલનો સમાવેશ થાય છે.
જોસ બટલર
ઇયોન મોર્ગનની નિવૃત્તિ બાદ બટલરને ઇંગ્લેન્ડના લિમિટેડ ઓવરના કેપ્ટન બનાવાયા હતા. 15 મેચમાં બટલરે 160.41ની સ્ટ્રાઇક રેટથી 462 રન બનાવ્યા હતા. T20 WC 2022માં બટલરે 144.23ના સ્ટ્રાઇક રેટથી છ મેચમાં 225 રન સાથે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ રન કર્યા હતા.
મોહમ્મદ રીઝવાન (પાકિસ્તાન)
મોહમ્મદ રિઝવાને 2021-2022 દરમિયાન 996 રન બનાવ્યા હતા. 2022માં રિઝવાને T20 ફોર્મેટમાં 10 અડધી સદી ફટકારી હતી અને ટી-20 વર્લ્ડ કપમાં 175 રન સાથે પાકિસ્તાન માટે સંયુક્ત રીતે સૌથી વધુ સ્કોર કરનાર ખેલાડી બન્યો હતો.
વિરાટ કોહલી (ભારત)
વિરાટ કોહલી એશિયા કપમાં 5 મેચોમાં 276 રન સાથે બીજા ક્રમના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટી-20 વર્લ્ડ કપમાં કોહલીએ મેલબોર્નમાં પાકિસ્તાન સામે અણનમ 82 રન બનાવ્યા હતા. તેણે વધુ ત્રણ ફિફટી ફટકારીને 296 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો.
સૂર્યકુમાર યાદવ
સૂર્યકુમાર યાદવ ટી-20માં 2 સદી અને 9 ફિફટીની મદદથી 1164 રન ફટકારી 2022માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો હતો. ટી20 વર્લ્ડ કપમાં 189.68ના સ્ટ્રાઇક રેટ સાથે 239 રન ફટકાર્યા હતા.
ગ્લેન ફિલીપ્સ (ન્યૂઝીલેન્ડ)
ગ્લેન ફિલીપ્સે ટી-20માં 156.33ના સ્ટ્રાઇક રેટથી 21 મેચમાં 716 રન ફટકાર્યા છે. તેણે ટી20 વર્લ્ડ કપમાં ફાઇનલ ફોરમાં 201 નિર્ણાયક રન બનાવ્યા હતા.
સિકંદર રઝા (ઝીમ્બાબ્વે)
સિકંદર રઝા ઝિમ્બાબ્વે તરફથી 735 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે 25 વિકેટ ઝડપી હતી. તે જુલાઇમાં ટી20 વર્લ્ડ કપ ક્વોલિફાયર બીમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. જે બાદ ત્રણ વખત પ્લેયર ઓફ ધ મેચ જીત્યો હતો.
હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ 2022માં 607 રન બનાવ્યા અને 20 વિકેટ ઝડપી હતી. ટી20 વર્લ્ડ કપમાં તેણે 33 બોલમાં 63 રન કર્યા હતા.
સેમ કર્રન (ઇંગ્લેન્ડ)
ટી 20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ સેમ કર્રને 6 મેચમાં 13 વિકેટ્સ ઝડપી હતી. તેણે અફઘાનિસ્તાન સામે 5/10નો સ્કોર કર્યો હતો. ફાઈનલમાં 3/12નો નાખ્યો હતો.
વનિન્દુ હસરંગા (શ્રીલંકા)
વનિન્દુ હસરંગાએ એશિયા કપમાં 6 મેચોમાં 9 વિકેટ ઝડપી હતી. તેણે પાકિસ્તાન સામે ફાઇનલમાં 27 બોલમાં 37 રનનું પ્રદર્શન કર્યું હતું. તેમજ ટી20 વર્લ્ડ કપમાં 8 મેચમાં 15 વિકેટ ઝડપી હતી.
2022માં કોઇ પણ પાકિસ્તાની ખેલાડીએ હેરિસ રાઉફેથી વધુ વિકેટ લીધી નથી. એશિયા કપમાં તે 8 વિકેટ સાથે બીજા ક્રમે સૌથી વધુ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો. બાદમાં ટી-20 વર્લ્ડ કપમાં બે વિકેટ ઝડપી હતી.
" isDesktop="true" id="1325435" >
જોશ લિટલ (આયરલેન્ડ)
ડાબોડી પેસરે 2022માં 39 વિકેટ ઝડપી હતી, જેમાંથી 11 ટી-20 વર્લ્ડ કપમાંથી હતી. જુલાઈ 2022માં તેણે ન્યુઝીલેન્ડ સામે 4 વિકેટ લીધી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર