T20 લીગમાં આખી ટીમ થઈ રન આઉટ! ICCએ આપ્યો તપાસનો આદેશ

  • Share this:
આઇસીસીએ યૂએઇની એક પ્રાઇવેટ ટી-20 લીગમાં શંકાસ્પદ ગતિવિધિઓને કારણે તપાસના આદેશ આપ્યા છે. યૂએઇમાં અજમાન ટી-20 લીગ દરમિયાન એક ટીમના બેટ્સમેન શંકાસ્પદ રીતે આઉટ થવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના બાદ આઇસીસીએ આ લીગની મેચની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. 24 જાન્યુઆરીએ દુબઇ સ્ટાર્સ અને શારજાહ વોરિયર્સ વચ્ચે રમાયેલ આ મેચમાં દુબઇ સ્ટાર્સના બેટ્સમેન જાણી જોઇને રન આઉટ અને સ્ટમ્પ આઉટ થઇને પેવેલિયન પરત ફરી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રાઇવેટ ટૂર્નામેન્ટને યૂએઇ ક્રિકેટ બોર્ડ અને આઇસીસી પાસેથી કોઇ માન્યતા મળી નથી. આઇસીસીએ એન્ટી કરપ્શન યૂનિટને આ લીગમાં સ્પોટ ફિક્સિંગનો શક છે. તે બાદ અજમાન ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડને તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટના મેનેજર એલેક્સ માર્શલે કહ્યું, ‘યૂએઇમાં રમાયેલી અજમાન ટી-20 લીગ મેચમાં શંકાસ્પદ ગતિવિધિઓને કારણે તપાસ કરવામાં આવી રહી છે.46 રનમાં થઈ ટીમ ઓલઆઉટ

દુબઇમાં રમાયેલ આ ટૂર્નામેન્ટની એક મેચમાં શારજાહ વોરિયર્સની ટીમને 136 રનનો પડકાર મળ્યો હતો જવાબમાં ટીમના તમામ બેટ્સમેન માત્ર 46 રનમાં ઓલ આઉટ થઇ ગયા હતા. આ ટીમના મોટા ભાગના બેટ્સમેન સ્ટમ્પ અને રન આઉટ થયા હતા. જે બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો.

Published by:Mujahid Tunvar
First published: