Home /News /sport /

WORLD CUP 2019: ભારત-પાકિસ્તાન મેચ માટે 25 હજાર ટિકિટોના 4 લાખ દાવેદાર

WORLD CUP 2019: ભારત-પાકિસ્તાન મેચ માટે 25 હજાર ટિકિટોના 4 લાખ દાવેદાર

ભારત-પાકિસ્તાન મેચ માટે 25 હજાર ટિકિટોના 4 લાખ દાવેદાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેનચેસ્ટરના મેદાને મેચ રમાશે, અહીં સ્ટેડિયમની ક્ષમતા માત્ર 25 હજાર લોકોની જ છે

    ન્યૂઝ18 ગુજરાતી: વર્લ્ડ કપ 2019 માટે ટિકિટોનું વેચાણ 21 માર્ચથી શરૂ થશે. આ વખતે ક્રિકેટનું આ મહાકુંભ ઇંગ્લેન્ડમાં રમાશે. જોકે, સૌથી મોટી સમસ્યા એ છે કે ઇંગ્લેન્ડમાં સ્ટેડિયમ નાના છે. જેના કારણે ટિકિટોને લઇને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને, ભારત અને પાકિસ્તાનની મેચ માટે તો ટિકિટોની જબરદસ્ત ડિમાન્ડ છે.

    ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂને મેનચેસ્ટરના મેદાને મેચ રમાશે. અહીં સ્ટેડિયમની ક્ષમતા માત્ર 25 હજાર લોકોની જ છે. પરંતુ આઇસીસી પાસે ચાર લાખથી વધુ લોકોએ ટિકિટ માટે અરજી કરી છે. ખાસ વાત એ છે કે, ફાઇનલ કરતાં પણ વધુ લોકો આ મેચ જોવા માગે છે.

    આ વર્ષે વર્લ્ડ કપમાં વેચાણ માટે 8 લાખ ટિકિટ રાખવામાં આવી છે, પરંતુ આના માટે 30 લાખથી વધુ દાવેદાર છે. એટલે કે, મોટાભાગના ફેન્સને આ વખતે નિરાશા હાથ લાગશે. આઇસીસી પ્રમાણે, વહેલા તે પહેલાંના ધોરણે ટિકિટ આપવામાં આવશે. ટિકિટ ખરીદવાના હકદાર માત્ર એ લોકો જ હશે જેમણે ટિકિટ માટે પહેલાં અરજી કરી છે.

    આ પણ વાંચો: ધોનીને પ્રેક્ટિસ કરતા જોવા આવ્યા હજારો લોકો, સ્ટેડિયમ હાઉસફૂલ

    30 મેથી વર્લ્ડ કપની શરૂઆત થશે. આ વખતે 10 ટીમો મેદાને છે અને દરેક ટીમ એક-બીજા વિરુદ્ધ મેચ રમશે. ટીમોના હાલના ફોર્મને જોતાં કોઇપણ ટીમ અન્ય ટીમને હરાવી શકે તેમ છે. એટલે કે કોઇપણ ટીમ આ વખતે ચેમ્પિયન બની શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Manchester, Old, World cup 2019, અરજી, આઇસીસી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन