આઇસીસીની વિવાદ નિવારણ પેનલે મંગળવારે બીસીસીઆઈ સામે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના સહાયના દાવાને ફગાવી દીધો છે. પીસીબીએ ભારતીય ક્રિકેટ બોર્ડ પર દ્વિપક્ષીય શ્રેણી સાથે જાડાયેલ સહમતિ પત્ર (એમઓયુ)નું સન્માન નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. પીસીબીએ ગત વર્ષે ભારે નુકસાનનો હવાલો આપીને આઈસીસી સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં પીસીબીએ બીસીસીઆઈ પાસે 70 મિલિયન ડોલર (લગભગ 500 કરોડ રુપિયા)ના નુકસાન ભરવાની માંગણી કરી હતી.
આઈસીસીએ પોતાના સત્તાવાર ટ્વિટર પોસ્ટ પર લખ્યું છે કે વિવાદ નિવારણ પેનલે બીસીસીઆઈ સામે પાકિસ્તાનના મામલાને ફગાવી દીધો છે. પીસીબીએ બીસીસીઆઈ પર એમઓયુનો સન્માન નહીં કરવાનો આરોપ લગાવતા 70 મિલિયન ડોલરની માંગણી કરી હતી. આ એમઓયુ પ્રમાણે ભારતે 2015થી 2013 વચ્ચે પાકિસ્તાન સામે 6 દ્વિપક્ષીય શ્રેણી રમવાની હતી.
આઈસીસીના આ પેનલની અધ્યક્ષતા ઇંગ્લેન્ડના બેરિસ્ટર માઇકલ બેલોફ ક્યુસીએ કરી હતી. જે બ્લેકસ્ટોન ચેમ્બર્સના સભ્ય પણ છે. બીસીસીઆઈએ આ માટે બ્રિટનના વકીલ ઇયાન મિલ્સની સુવિધા લીધી હતી. આ સિવાય ભારતીય લો ફર્મ સિરિલ અમરચંદે પણ તેમાં મદદ કરી હતી.
આ મામલાની સુનાવણી 1 થી 3 ઓક્ટોબર સુધી આઈસીસીના મુખ્યાલયમાં થઈ હતી. પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ તે વ્યક્તિઓમાં સામેલ રહ્યા હતા. જે સુનાવણી દરમિયાન ભાગ લીધો હતો. ખુર્શીદ તે સમયે યુપીએ સરકારમાં મંત્રી હતા જ્યારે ભારત અને પાકિસ્તાને અકબીજા સામે દ્વપક્ષીય ક્રિકેટ રમવાનું બંધ કર્યું હતું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર