મહિલા ટી-20 વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત, આ દેશ સાથે ભારતની પહેલી મેચ

News18 Gujarati
Updated: June 26, 2018, 4:31 PM IST
મહિલા ટી-20 વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત, આ દેશ સાથે ભારતની પહેલી મેચ
ફોટો- બીસીસીઆઈ

  • Share this:
દૂબઈ: આઈસીસીએ આ વર્ષના અંતમાં થનાર મહિલા ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ વિશ્વકપ વેસ્ટ ઈન્ડિઝમાં 09થી 24 નવેમ્બર વચ્ચે રમાશે. ભારતીય ટીમ આ મહિલા ટી-20 વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ કરશે. પહેલા દિવસે ભારત અને ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને મેજબાન વેસ્ટ ઈન્ડિઝ પણ મેદાન પર ઉતરશે. ટીમ ટૂર્નામેન્ટના પહેલા દિવસ ન્યૂઝીલેન્ડ સાથે ટકારાયા બાદ 11 નવેમ્બર પોતાની બીજી મેચમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમશે. ટીમના અન્ય મેચ ક્વોલીફાયર અને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્રમશ: 15 અને 17 નવેમ્બરે રમાશે.

ભારતીય મહિલા ટીમે આ ટૂર્નામેન્ટમાં પાંચ વખત ભાગ લીધો છે અને અત્યાર સુધી એકપણ વર્લ્ડકપ પોતાના નામે કરી શકી નથી. દશ દેશોની ટૂર્નામેન્ટમાં ત્રણ વખત ઓસ્ટ્રેલિયા અને એક વખતની ચેમ્પિયન ઉપરાંત વર્તમાન ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ ભાગ લેશે. વિશ્વકપની મેચોમાં વેસ્ટ ઈન્ડિઝમાં ત્રણ સ્થળ, સેન્ટ લૂસિયા, એન્ટિગ અને બાર્બુડામાં રમાશે. ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ડીઆરએસ પ્રમાણીનો ઉપયોગ થશે અને બધી જ મેચોનું લાઈવ પ્રસારણ થશે.

આનું ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ "વિશ્વ ટી 20 ક્વોલીફાયર" સાતથી 14 જૂલાઈ સુધી નેધરલેન્ડમાં રમાશે જેમાં ફાઈનલમાં પહોંચનાર ટીમો વિશ્વકપ માટે ક્વોલિફાય કરશે.

ટીમોને બે ગ્રુપમાં વહેચવામાં આવ્યા છે, જેમાં ગ્રુપ એમાં વર્તમાન ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને એક ક્વોલિફાયર ટીમ સામેલ છે. ગ્રુપ બીમાં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બીજી ક્વોલિફાયર ટીમો છે. બાંગ્લાદેશ, આર્યલેન્ડ, નેધરલેન્ડ, પાપુઆ ન્યૂ ગીની, સ્કોટલેન્ડ, થાઈલેન્ડ, યૂગાન્ડ અને સંયુક્ત અરબ અમીરાતની ટીમો ક્વોલિફાયર ટૂર્નામેન્ટ રમશે. ટૂર્નામેન્ટમાં બંને સેમીફાઈનલ 22 નવેમ્બરે રમાશે જ્યારે ફાઈનલ 24 નવેમ્બરે રમાશે.

પ્રથમ વખત પુરૂષ અને મહિલા ટી20 થશે અલગ-અલગ

એવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે, મહિલા ટી-20 વિશ્વકપ પુરૂષ વર્લ્ડકપ સાથે આયોજિત કરવામાં આવી રહ્યું નછી. 2016માં આને ભારતમાં પુરૂષોના ટી-20 વિશ્વકપ સાથે આયોજિત કરવામાં આવ્યું હતું, જ્યા વેસ્ટ ઈન્ડિઝ મહિલા ટીમે ખિતાબ પોતાના નામે કર્યો હતો. આઈસીસી મહિલા ટી-20 વિશ્વકપની ટૂર્નામેન્ટ નિર્દેશત જેનિફર નેરોએ કહ્યું, "આખા વિશ્વમાં વેસ્ટ ઈન્ડિઝ રમતો માટે શાનદાર જગ્યા છે કેમ કે, અહી રમત, મનોરંજન અને સંસ્કૃતિ છે" હું પ્રશંસકો પાસેથી આશા કરૂ છું કે તેઓ પોતાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને લઈને આ ટૂર્નામેન્ટમાં આવે.ભારતીય ટી-20 ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરના એક નિવેદનમાં કહ્યું, કાર્યક્રમની જાહેરાત થવાથી તૈયારી શરૂ કરવાનો સમય આવી ગયો છે. અમે વેસ્ટ ઈન્ડિઝમાં રમવા માટે તૈયાર છીએ.
First published: June 26, 2018, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading