કોહલીના સ્થાને રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગણી

News18 Gujarati
Updated: July 13, 2019, 8:45 PM IST
કોહલીના સ્થાને રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગણી
કોહલીના સ્થાને રોહિત શર્માને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવવાની માંગણી

સાોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રશંસકો અને ક્રિટીક્સ આવા પ્રકારની ભાવના વ્યક્ત કરી ચૂક્યા છે

  • Share this:
ભારતીય ટીમનો આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલમાં પરાજય થયા પછી ઘણા સવાલો ઉઠી રહ્યા છે. વેટરન ક્રિકેટર વસીમ જાફરે વન-ડે અને ટી20 ક્રિકેટની કેપ્ટનશિપમાંથી વિરાટ કોહલીને હટાવી રોહિત શર્માને આ જવાબદારી આપવાની માંગણી કરી છે. જાફર પહેલો ક્રિકેટર છે જેણે આવી માંગણી કરી છે. જોકે સાોશિયલ મીડિયા ઉપર ઘણા પ્રશંસકો અને ક્રિટીક્સ આવા પ્રકારની ભાવના વ્યક્ત કરી ચૂક્યા છે. જાફરે ટ્વિટ કરીને કહ્યું છે કે શું સફેદ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ રોહિત શર્માને આપવાનો સમય આવી ગયો છે?હું ઇચ્છીશ કે તે 2023ના વર્લ્ડ કપમાં ઇન્ડિયાની કેપ્ટનશિપ કરે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમનું વર્લ્ડ કપ અભિયાન સમાપ્ત થયા પછી કોહલીના સ્થાને નવા કેપ્ટનને લઈને ચર્ચા થઈ રહી છે. ઘણા લોકોનું કહેવું છે કે વિરાટના બદલે રોહિત શર્માને કેપ્ટનશિપ આપવી જોઈએ. તે શાનદાર કેપ્ટન સાબિત થઈ શકે છે. તેની કેપ્ટનશિપમાં ઇન્ડિયાએ પાછલા વર્ષે એશિયા કપ જીત્યો હતો.

આ પણ વાંચો - વર્લ્ડ કપની કોમેન્ટ્રી બંધ, કોમેન્ટરને નથી મળી રહ્યા પૈસા

આ પહેલા એવા રિપોર્ટ આવ્યા હતા તે વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ટીમ ઇન્ડિયામાં મતભેદ થયા છે. કહેવાય છે કે ખેલાડીઓ બે ગ્રૂપમાં વહેચાઈ ગયા છે. કેટલાક ખેલાડી પરાજય માટે કોચને જવાબદાર ગણી રહ્યા છે. જ્યારે ઘણા લોકો વિરાટની કેપ્ટનશિપથી ખુશ નથી.
First published: July 13, 2019
વધુ વાંચો
अगली ख़बर