World Cup 2019: ભારતીય પ્રશંસકો આવી રીતે કરી રહ્યા છે લાખોની કમાણી!

ભારતીય ક્રિકેટ ટીમ ભલે વર્લ્ડ કપની ફાઇનલમાં ના પહોંચી શકી પણ ભારતીય પ્રશંસકોએ પોતાના માટે ફાયદો કરવાનો રસ્તો શોધી લીધો

News18 Gujarati
Updated: July 13, 2019, 5:51 PM IST
World Cup 2019: ભારતીય પ્રશંસકો આવી રીતે કરી રહ્યા છે લાખોની કમાણી!
World Cup 2019: ભારતીય પ્રશંસકો આવી રીતે કરી રહ્યા છે લાખોની કમાણી!
News18 Gujarati
Updated: July 13, 2019, 5:51 PM IST
ભારતીય ક્રિકેટ ટીમ ભલે વર્લ્ડ કપની ફાઇનલમાં ના પહોંચી શકી પણ ભારતીય પ્રશંસકોએ પોતાના માટે ફાયદો કરવાનો રસ્તો શોધી લીધો છે. ભારતીય પ્રશંસકો ફાઇનલની ટિકિટોથી લાખો રુપિયાની કમાણી કરી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં ભારતીય પ્રશંસકોની સંખ્યા વધારે છે. જ્યારે પણ ભારતની કોઈ મેચ હોય છે ત્યારે આખું સ્ટેડિયમ બ્લુ રંગમાં રંગાઈ જાય છે. ભારતીય પ્રશંસકોએ એ આશાએ ફાઇનલની ટિકિટ ખરીદી લીધી હતી કે મેન ઇન બ્લૂ લોર્ડ્સના મેદાન ઉપર ચેમ્પિયન બનવા ઉતરશે. જોકે સેમિ ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો. ફાઇનલમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમ ટકરાશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં ન પહોંચ્યા પછી ટિકિટોની કાળાબજારી વધી ગઈ છે. ભારતીય પ્રશંસકોએ ફાઇનલ મેચ પહેલા લગભગ અડધાથી વધારે ટિકિટ પહેલા જ ખરીદી લીધી હતી અને હવે ટિકિટ ખરીદનાર પ્રશંસકો પોતાની ટિકિટ પાછી વેચીને પોતાના નુકસાનની ભરપાઇ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આ પણ વાંચો - સેમિ ફાઇનલમાં ધોનીને સાતમાં નંબરે કેમ ઉતાર્યો? શાસ્ત્રીએ આપ્યો જવાબ

બીજી તરફ ન્યૂઝીલેન્ડના પ્રશંસકો કોઈપણ કિંમતે ફાઇનલની ટિકિટ ખરીદવા માટે ઉત્સુક છે. આ કારણે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમી નિશામે ટ્વિટ કરીને ભારતીય પ્રશંસકોને થોડા લાભ માટે પોતાની ટિકિટ ના વેચવાની અપીલ કરી છે.



25 ગણી મોંઘી વેચાઇ રહી છે ટિકિટો
ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડરે ભારતીય પ્રશંસકોને કહ્યું છે કે જો તમે ફાઇનલ જોવા માટે આવવા માંગતા નથી તો યોગ્ય રીતે પોતાની ટિકિટ્સને સત્તાવાર પ્લેટફોર્મ દ્વારા પાછા વેચી દો. હું જાણું છું કે આ મોટો લાભ કમાવવાની આકર્ષક તક છે પણ તમે અમીર બનવાનો નહીં પણ બીજા ક્રિકેટ પ્રશંસકોને ફાઇનલ જોવાની તક આપો.

ઉલ્લેખનીય છે કે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારત ફાઇનલમાં ના પહોંચતા ટિકિટોની કાળાબજારી વધારે થવા લાગી છે. કેટલીક ટિકિટો 25 ગણી વધારે કિંમત પર વેચવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે 95-395 પાઉન્ડની કિંમત વાળી ટિકિટો 10 હજાર પાઉન્ડ સુધી વેચવામાં આવી રહી છે.
First published: July 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...