ન્યૂઝીલેન્ડના પરાજય પછી દિગ્ગજોએ ICC પર ઉઠાવ્યા સવાલો

આઇસીસીના નિયમ પ્રમાણે સૌથી વધારે બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું

News18 Gujarati
Updated: July 15, 2019, 4:38 PM IST
ન્યૂઝીલેન્ડના પરાજય પછી દિગ્ગજોએ ICC પર ઉઠાવ્યા સવાલો
ન્યૂઝીલેન્ડના પરાજય પછી દિગ્ગજોએ ICC પર ઉઠાવ્યા સવાલો
News18 Gujarati
Updated: July 15, 2019, 4:38 PM IST
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની રોમાંચક ફાઇનલમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામે વિજય મેળવ્યો હતો. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલ ફાઇનલ મુકાબલો ટાઇ પડ્યો હતો. આ મુકાબલો સુપર ઓવરમાં ગયો હતો. જોકે ત્યાં પણ ટાઇ રહ્યો હતો. આ પછી આઇસીસીના નિયમ પ્રમાણે સૌથી વધારે બાઉન્ડ્રીના આધારે ઇંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. આઈસીસીના આ નિયમના કારણે હવે તેની ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે. મોટા-મોટા દિગ્ગજો ઇંગ્લેન્ડની જીત પર સવાલ ઉભા કરી રહ્યા છે.

ગૌતમ ગંભીરે ટ્વિટ કરીને આઈસીસીને પુછ્યું કે મને ખબર પડતી નથી કે આ રીતની મેચમાં વધારે બાઉન્ડ્રી ફટકારનાર ટીમને વિજેતા કેવી રીતે જાહેર કરવામાં આવી શકે. આ મેચ ટાઇ હોવી જોઈતી હતી. હું ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડને રોમાંચક ફાઇનલ માટે અભિનંદન આપું છું. બંને ટીમો વિજેતા છે.ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર સ્કોટ સ્ટાયરિસે પણ આઇસીસી ઉપર કટાક્ષ કરતા લખ્યું હતું કે ઘણું સુંદર આઈસીસી, તમે એક મજાક છો.હિન્દી કોમેન્ટરી કરી રહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ લખ્યું હતું કે સતત બે ફાઇનલ મેચ ગુમાવી. બીજી મેચ ઓછી બાઉન્ડ્રી લગાવવાના કારણે ગુમાવી. ન્યૂઝીલેન્ડ સાથે હમદર્દી હોવી અશક્ય છે.આ ટીમે દિલ જીતી લીધા છે.
Loading...First published: July 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...