ક્રિકેટ વર્લ્ડ કપમાં મોટો ફેરફાર, હવે14 ટીમો લેશે ભાગ, 2003નું ફોર્મેટ થશે લાગુ

  • Share this:
    નવી દિલ્લી: આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2027 (ICC World Cup 2027)માટે આઇસીસીએ મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ આ ટૂર્નામેન્ટમાં 14 ટીમો ભાગ લેશે અને હવે રાઉન્ટ રોબિનના સ્થાને સુપર સિક્સ ફોર્મેટના આધારે વર્લ્ડ કર રમાઈ શકે છે. આઈસીસી આ ફોર્મેટ 2027ના વર્લ્ડકપમાં લાગુ કરી શકે છે. મહત્વનું છે કે 2003ના વર્લ્ડ કપમાં સુપર સિક્સ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2019ના વર્લ્ડ કપમાં રાઉન્ડ રોબિન ફોરમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં 10 ટીમોએ ભાગ લીધો હતો એને દરેક ટીમે 9 મેચ રમી હતી.

    ટેલિગ્રાફના એક રીપોર્ટ અનુસાર, આઇસીસીની બેઠકમાં 2015,2019 અને 2003 સુરપ સિક્સ મોડલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં એ વાત પણ સામે આવી કે 10 ટીમમાં મોડલ પદ્ધતિથી સૌથી વધારે ફાયદો થયો હતો. અને 2015માં સૌથી ઓછો ફાયદો થયો હતો. અને સુપર સિક્સ મોડલ બંન્નેની વચ્ચે રહ્યું હતું. ટેલીગ્રાફના રીપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં 10 ટીમો સુધી સિમીત રાખવાના પક્ષમાં ન હતુ.

    શું છે સુપર સિક્સ મોડલ

    મહત્વનું છે કે, સુપર સિક્સ મોડેલમાં 14 ટીમોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે. એક ટીમ બંને જૂથોમાં 6-6 મેચ રમે છે. બંને ગ્રુપની ટોચની 3 ટીમો સુપરસિક્સ રાઉન્ડમાં આગળ વધે છે. પહેલા રાઉન્ડમાં વધુ મેચ જીતનાર ટીમોનો સુપર સિક્સ રાઉન્ડમાં ફાયદો થાય છે, કારણ કે, વધુ મેચ જીતીનારના પોઇન્ટ્સ પણ આગામી રાઉન્ડમાં ગણવામાં આવે છે. સુપર સિક્સ તબક્કામાં, એક ટીમ અન્ય પાંચ ટીમોનો સમાવેશ કરે છે અને તે પછી પોઇન્ટ્સના આધારે ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવે છે. સુપર સિક્સ ફોર્મેટમાં વર્લ્ડ કપમાં કુલ 24 મેચ યોજાશે, જ્યારે 2019 માં ફક્ત 48 મેચ યોજાઈ હતી.

    વર્ષ 2003 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન શ્રેષ્ઠ હતું. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી. લીગ તબક્કા અને સુપર સિક્સમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ સેનફાઇનલમાં કેન્યાને હરાવી હતી. જોકે, તેને ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
    Published by:kuldipsinh barot
    First published: