Home /News /sport /Pak vs Eng : રુટ, બટલરની સદી એેળે, પાકિસ્તાનનો વિજય

Pak vs Eng : રુટ, બટલરની સદી એેળે, પાકિસ્તાનનો વિજય

રુટ (107) અને જોશ બટલરે (103) લડાયક સદી ફટકારી હોવા છતા ઇંગ્લેન્ડને જીત ના અપાવી શક્યા

રુટ (107) અને જોશ બટલરે (103) લડાયક સદી ફટકારી હોવા છતા ઇંગ્લેન્ડને જીત ના અપાવી શક્યા

મોહમ્મદ હાફિઝ (84), બાબર આઝમ (63) અને સરફરાઝ અહમદ (55)ની અડધી સદીની મદદથી પાકિસ્તાને આઈસીસી વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ સામે 14 રને વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 348 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 50 ઓવરમાં 9 વિકેટે 334 રન બનાવી શક્યું હતું.  જો રુટ (107) અને જોશ બટલરે (103) લડાયક સદી ફટકારી હોવા છતા ઇંગ્લેન્ડને જીત અપાવી શક્યા ન હતા. પાકિસ્તાને આ વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ વિજય મેળવ્યો છે.

રોય 8 રન બનાવી આઉટ થયો છે. બેરિસ્ટો અને રુટે 48 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. બેરિસ્ટો 32 રને રિયાઝનો શિકાર બન્યો હતો. મોર્ગન 9 રને આઉટ થતા ઇંગ્લેન્ડે 86 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

બેન સ્ટોક્સ પણ ખાસ કમાલ ન કરી શકતા 13 રને શોએબ મલિકની ઓવરમાં આઉટ થયો હતો. બટલરે 34 બોલમાં 5 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. રુટે એક છેડો સાચવી રાખતા 97 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે સદી પૂરી કરી હતી. જોકે તે સદી ફટકારી વધારે ટકી શક્યો ન હતો અને 107 રને શાદાબ ખાનનો શિકાર બન્યો હતો. રુટ અને બટલર વચ્ચે 130 રનની ભાગીદારી નોંધાઈ હતી.

બટલર 76 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 103 રન બનાવી આઉટ થયો હતો. પાકિસ્તાન તરફથી વહાબ રિયાઝે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

અગાઉ પાકિસ્તાનનો  ફખર ઝમાન 36 રન બનાવી બટલરનો શિકાર બન્યો હતો. ફખર અને ઇમામે પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી નોંધાવી હતી. ઇમામ ઉલ હક 44 રને અલીનો શિકાર થયો હતો. બાબરે એક છેડો સાચવી રાખતા 50 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી. આ પછી બાબર 63 રન બનાવી અલીનો શિકાર બન્યો હતો. બાબર અને હાફિઝ વચ્ચે 88 રનની ભાગીદારી નોંધાઈ હતી.

હાફિઝે 84 અને સરફરાઝે 55 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી વોક્સ અને અલીએ 3-3 વિકેટ ઝડપી હતી. વુડે 2 વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાન સામે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડની ટીમમાં એક ફેરફાર કરાયો હતો. પ્લુન્કેટના સ્થાને માર્ક વુડનો ટીમમાં સમાવેશ કરાયો હતો.

બંને ટીમો આ પ્રકારે છે
ઇંગ્લેન્ડ - ઇયોન મોર્ગન (કેપ્ટન), જો રુટ, જેસન રોય, બેન સ્ટોક્સ, મોઇન અલી, જોની બેરિસ્ટો, જોસ બટલર, જોફ્રા આર્ચર, માર્ક વુડ, આદિલ રાશિદ, ક્રિસ વોક્સ.

પાકિસ્તાન - સરફરાઝ અહેમદ (કેપ્ટન) ફખર ઝમાન, ઇમામ ઉલ હક, બાબર આઝમ, મોહમ્મદ હફિઝ, આસિફ અલી, શાદાબ ખાન, શોએબ મલિક, વહાબ રિયાઝ, હસન અલી, મોહમ્મદ આમિર.
First published:

Tags: Cricket world cup 2019, ICC Cricket World Cup 2019, Live Cricket Match, Live Cricket Score, Live Cricket Score Updates, World cup 2019, આઇસીસી