ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019માં પોતાની પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમશે. જોકે ભારતીય ક્રિકેટ પ્રશંસકો માટે સાઉથમ્પટનથી ખરાબ સમાચાર આવ્યા છે. ભારતીય ટીમ પ્રથમ મેચ માટે સાઉથમ્પટનમાં જોરદાર તૈયારી કરી રહી છે. આ દરમિયાન પ્રેક્ટિસ સેશનમાં કેટલીક એવી તસવીરો સામે આવી છે જેનાથી ભારતીય પ્રશંસકોને ઝટકો લાગી શકે છે. જો વાત કેપ્ટન વિરાટ કોહલીની હોય તો પરેશાની થાય તે સ્વભાવિક છે.
પ્રેક્ટિસ સેશન દરમિયાન ટીમના ફિઝીયો પૈટ્રિક ફહર્ટ કેપ્ટન વિરાટ કોહલીના અંગુઠા ઉપર પટ્ટી બાંધતા જોવા મળ્યા હતા. આ જ વાત દરેકને પરેશાન કરી રહી છે. જમણા હાથના અંગુઠામાં ઈજા થયા પછી કોહલી ઠંડા પાણીમાં પોતાનો અંગુઠો નાખીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.
બીસીસીઆઈએ નથી કરી કોઈ જાહેરાત
કેપ્ટન વિરાટ કોહલીની ઇજા ગંભીર છે કે પછી મામુલી છે તે વિશે બીસીસીઆઈએ કોઈ સત્તાવાર સ્ટેટમેન્ટ આપ્યું નથી. વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન છે અને તેના પ્રદર્શન ઉપર ટીમની હાર-જીત નિર્ભર કરે છે. છેલ્લા ઘણા વર્ષથી તે જે રીતે રન બનાવી રહ્યો છે તે દુનિયાભરના ક્રિકેટ જાણકારો માટે પહેલી બનેલ છે.
અંગુઠામાં ઈજા થયા પછી કોહલી ઠંડા પાણીમાં પોતાનો અંગુઠો નાખીને મેદાનની બહાર ચાલ્યો ગયો હતો
કેદારની ફિટનેસની ચિંતા
આઈપીએલ 2019 દરમિયાન ટીમ ઇન્ડિયાના બેટ્સમેન કેદાર જાધવને ફિલ્ડિંગ દરમિયાન ખભામાં ઈજા પહોંચી હતી. તેની ફિટનેસને લઈને પણ સંશય છે. જોકે તેને ટીમના ફિઝીયોએ ફિટ ગણાવ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર