સચિન અને વિરાટના પ્રશંસકને ઇંગ્લેન્ડમાં મળશે ખાસ સન્માન

News18 Gujarati
Updated: May 28, 2019, 8:05 PM IST
સચિન અને વિરાટના પ્રશંસકને ઇંગ્લેન્ડમાં મળશે ખાસ સન્માન
સચિન અને તેનો પ્રશંસક સુધીર (photo-PTI)

આ પ્રશંસકોએ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પોતાની ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘણી મહેનત કરી છે

  • Share this:
ટીમ ઇન્ડિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના સૌથી મોટા પ્રશંસક સુધીર ગૌતમ સિવાય ચાર અન્ય ક્રિકેટ પ્રશંસકોને ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન એવોર્ડ (Global Sports Fan Award)થી સન્માનિત કરવામાં આવશે. આ લિસ્ટમાં સુધીર સિવાય વિરાટ કોહલીનો પ્રશંસક સુગુમાર કુમાર, પાકિસ્તાન ક્રિકેટ ટીમના સૌથી મોટા પ્રસંસક ‘ચાચા ક્રિકેટ’ એટલે કે અબ્દુલ જલીલ, બાંગ્લાદેશનો ફેન ટાઇગર આકા શોએબ અલી અને શ્રીલંકાના પ્રશંસક ગાયાન સેનાનાયકેનો સમાવેશ થાય છે.

14 જૂને મળશે એવોર્ડ
આ પ્રશંસકોને 14 જૂને માન્ચેસ્ટરમાં સન્માનિત કરવામાં આવશે. આ પ્રશંસકોએ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરમાં પોતાની ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે ઘણી મહેનત કરી છે.

રસપ્રદ છે પ્રશંસકો
‘ચાચા ક્રિકેટ’નામથી લોકપ્રિય પાકિસ્તાનના અબ્દુલ જલીલ સૌથી અનુભવી પ્રશંસક છે. તે 1969થી સ્ટેડિયમમાં જોવા મળે છે. જ્યારે શોએબ અલી છેલ્લા નવ વર્ષથી બાંગ્લાદેશના આઇકોનિક ટાઇગરની જેમ પોતાને પેઇન્ટ કરી દરેક મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચે છે. શ્રીલંકાના પ્રશંસકની શરુઆત 1996ના વર્લ્ડ કપથી થઈ હતી, જ્યારે તે 17 વર્ષનો હતો. આવી જ સ્થિતિ સચિન તેંડુલકરના પ્રશંસક સુધીરની છે.

આ પણ વાંચો - વર્લ્ડ કપ માટે 10 ટીમો તૈયાર, જાણો કોની પાસે છે કયા મહારથી
આ પ્રશંસકોને 14 જૂને માન્ચેસ્ટરમાં સન્માનિત કરવામાં આવશે


આ બધા પ્રશંસકોની સફર ઘણી મુશ્કેલ રહી છે. ક્યારેક તેમને કોઈએ મદદ કરી તો ક્યારેક પોતાના પૈસાથી દુનિયાના દરેક ખૂણે પોતાની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.

ભારત સાથે છે ખાસ સંબંધ
ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન એવોર્ડ ભારતના સૌથી મોટા સ્પોર્ટ્સ ફેન કમ્યુનિટી ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેન્સ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યો છે. આયોજનકર્તાનું કહેવું છે કે આવનાર વર્ષોમાં અન્ય રમતોના પ્રશંસકોને પણ ગ્લોબલ ફેન એનોર્ડ્સથી દર વર્ષે સન્માનિત કરવામાં આવશે. લંડનના ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેન પ્રભારી કુલદીપ અહલાવતે કહ્યું હતું કે ઇન્ડિયન સ્પોર્ટ્સ ફેન્સની રચના રમતોને પ્રોત્સાહિત કરવા થઈ છે. આગળ પણ આવા કાર્યક્રમો થશે. આ દ્રારા અમારો ટાર્ગેટ રહેશે કે લગભગ 25000 પ્રશંસકોને આ પ્રસંગે એકત્રિત કરવામાં આવશે.
First published: May 28, 2019, 7:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading