ન્યૂઝ18 ગુજરાતી : ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વર્લ્ડ કપ 2019 ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં હરાવી ઈંગ્લેન્ડે ઈતિહાસ સર્જ્યો. ઈતિહાસ વર્લ્ડ કપ જીતતા તેની પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
વર્લ્ડ કપ 2019 માટે આઈસીસી અને ક્રિકેટ વર્લ્ડ કપ આયોજકોની લગભગ 70 કરોડની ઈનામી રકમ દાવ પર હતી. બીજી તરફ, વર્લ્ડ કપનો ટાઇટલ જીતનારી ઈંગ્લેન્ડને આ રકમમાંથી લગભગ 30 કરોડ રૂપિયા મળ્યા છે. આ 30 કરોડમાં ફાઇનલ જીતવા પર મળનારા લગભગ 28 કરોડ રૂપિયા પણ સામેલ છે. લીગ ફેઝની 6 મેચો માટે ઇંગ્લેન્ડની ટીમને 1.68 કરોડ રૂપિયા મળ્યા છે.
ઈંગ્લેન્ડ પર પૈસાનો વરસાદ
70 કરોડ રૂપિયામાંથી વર્લ્ડ કપ 2019ની વિજેતા ટીમ ઈંગ્લેન્ડને આ રકમમા્ર 4 મિલિયન ડોલર એટલે કે 28 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. બીજી તરફ, આ ટાઇટલના ઉપવિજેતા ટીમ ન્યૂઝીલેન્ડ ઉપર પણ પૈસાનો વરસાદ થયો. આઈસીસી મુજબ, વર્લ્ડ કપ 2019ની ફાઇનલ હારનારી ટીમ ન્યૂઝીલેન્ડને 2 મિલિયન ડોલર એટલે કે 14 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. આ ઉપરાંત 1.54 કરોડ રૂપિયા ટીમને લીગ ફેઝમાં જીતવા માટે પણ મળ્યા.
લંડનના લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી આ ફાઇનલની વિજેતા ટીમ ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ ટ્રોફીની સાથે 4 મિલિયન ડોલર (એટલે કે 28 કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવ્યો. આ ઉપરાંત સેમીફાઇનલમાં હારનારી બે ટીમોને 5.5-5.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી ઈનામી રકમ દાવ પર હતી.