ધોની માટે મારા મનમાં ઘણું સન્માન, તેણે જે કર્યું તે સ્પેશ્યલ છે : વિરાટ કોહલી

News18 Gujarati
Updated: July 8, 2019, 4:31 PM IST
ધોની માટે મારા મનમાં ઘણું સન્માન, તેણે જે કર્યું તે સ્પેશ્યલ છે : વિરાટ કોહલી
ધોની માટે મારા મનમાં ઘણું સન્માન, તેણે જે કર્યું તે સ્પેશ્યલ છે : વિરાટ કોહલી

5 સદી ફટકારી ચૂકેલા રોહિત શર્માની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું - મારા મતે તે દુનિયાનો નંબર વન બેટ્સમેન

  • Share this:
ન્યૂઝીલેન્ડ સામે મંગળવારે રમાનાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલ મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોહલીએ મેચની પૂર્વસંધ્યા પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સેમિ ફાઇનલમાં પહોંચવાનો લક્ષ્યાંક પૂરો થયા પછી ટીમ આગામી ગોલ તરફ જોઇ રહી છે. અમારી ટીમ ન્યૂઝીલેન્ડ સામે જીતની રણનિતી સાથે મેદાનમાં ઊતરશે.

ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 5 સદી ફટકારી ચૂકેલા રોહિત શર્માની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું હતું કે મારા મતે તે દુનિયાનો નંબર વન બેટ્સમેન છે. મને આશા છે કે તે આગામી મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરશે. ટીમ ઇન્ડિયાની બોલિંગની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું હતું કે અમારી બોલિંગ દુનિયામાં શાનદાર છે. લો સ્કોરિંગ ગેમમાં પણ અમે સારી બોલિંગ કરી છે. આ ખાસ દિવસે અમારે સારી ક્રિકેટ રમવી પડશે. સારી બોલિંગ સામે જે સારું પ્રદર્શન કરશે તે જીતશે. મને આશા છે કે અમે નોકઆઉટ ગેમમાં શાનદાર પ્રદર્શન કરીશું.

આ પણ વાંચો - ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો શું થાય?

ધોની વિશેના સવાલ પર કોહલીએ કહ્યું હતું કે એેમએસ ધોનીએ ભારતીય ટીમ માટે જે યોગદાન આપ્યું છે તે શાનદાર છે. મેં તેના અંડરમાં કારકિર્દીની શરુઆત કરી હતી. ધોની માટે મારી આંખોમાં ઘણી ઈજ્જત છે. તે હંમેશા આનંદમાં રહેનાર વ્યક્તિ છે. જ્યારે હું તેને પુછું છું તો તે મને સારી સલાહ આપે છે. હું તેની સાથે આટલા વર્ષો રમવાથી ઘણો ભાગ્યશાળી માનું છું. મને વિશ્વાસ છે કે ધોની વિશે તમે કોઈને પણ પુછશો તો સ્પેશ્યલ વાત સાંભળવા મળશે.

ટીમનો મૂડ કેવો છે તેવા સવાલ પર વિરાટે કહ્યું હતું કે ટીમનો દરેક ખેલાડી રિલેક્સ અને આત્મવિશ્વાસથી ભરેલો છે. ટૂર્નામેન્ટમાં દરેક ટીમ સખત મહેનત કરે છે. ખુશ છીએ કે અમે સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છીએ.
First published: July 8, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading