કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડ્યો, આ ખાસ સિદ્ધિ મેળવી

કોહલીએ સચિન-લારાનો રેકોર્ડ તોડ્યો, મેળવી આ ખાસ સિદ્ધિ

વિરાટ કોહલીએ વધુ એક દમદાર સિદ્ધિ પોતાના નામે કરી

  • Share this:
    ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 37 રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન પૂરા કર્યા હતા. આ સાથે જ કોહલી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ક્રિકેટર બની ગયો છે. તેણે 417 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. કોહલી અત્યાર સુધી 131 ટેસ્ટ, 224 વન-ડે અને 62 ટી-20 ઇનિંગ્સ રમ્યો છે.

    વિરાટ કોહલીએ વન-ડેમાં 11 હજારથી વધારે, ટેસ્ટમાં 6613 રન અને ટી-20માં 2263 રન બનાવ્યા છે. તેણે વન-ડેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે સિવાય બાકી બધી ટીમો સામે 1000થી વધારે રન બનાવ્યા છે.

    અત્યાર સુધી આ રેકોર્ડ ભારતના સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડીઝના બ્રાયન લારાના નામે હતો. સચિન અને લારાએ 453 ઇનિંગ્સમાં 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 464 ઇનિંગ્સમાં 20 હજાર રન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યા હતા.

    આ પણ વાંચો - વર્લ્ડ કપમાં ભારતની ‘ભગવી’ જર્સી સામે કોંગ્રેસ-સપાનો વિરોધ; ICCએ આપ્યો જવાબ

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રનનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિનના નામે કુલ 34357 રન છે. ભારતીયોમાં આ મામલે બીજા સ્થાને રાહુલ દ્રવિડ છે. દ્રવિડના નામે 24208 રન છે.

    આ પહેલા વિરાટે પાકિસ્તાન સામે વન-ડેમાં સૌથી ઝડપી 11 હજાર રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published: