પાકિસ્તાનની જર્સી ઉપર વિરાટ કોહલીનું નામ! તસવીર વાયરલ

પાકિસ્તાનની જર્સી ઉપર વિરાટ કોહલીનું નામ! તસવીર વાયરલ (twitter)

વિરાટ કોહલીના પ્રશંસકો ફક્ત ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ છે

 • Share this:
  ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીના પ્રશંસકો ફક્ત ભારતમાં જ નહીં પાકિસ્તાનમાં પણ છે. પાકિસ્તાનમાં કોહલીને લઈને કેટલી દિવાનગી છે તેનો અંદાજ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલી એક તસવીરથી લગાવી શકાય છે.

  ટ્વિટર ઉપર પાકિસ્તાનમાં કોહલીના પ્રશંસકની તસવીર ઘણી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પ્રશંસક રોડ ઉપર કોહલીની 18 નંબરની જર્સી પહેરીને બાઇક ચલાવતો જોવા મળે છે. જોકે જર્સીનો રંગ બ્લૂ નથી પણ લીલો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાનની જર્સીનો રંગ લીલો છે.

  વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 16 જૂને પાકિસ્તાન સામે મુકાબલો કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપમાં રમાનાર મુકાબલાની ચર્ચા ઘણા મહિના પહેલા જ શરુ થઈ ગઈ હતી.

  આ પણ વાંચો - INDvAUS: રોહિત-ધવનના બેટથી રનોનો વરસાદ, તૂટ્યા ઘણા મોટા રેકોર્ડ

  પાકિસ્તાનની જર્સી ઉપર વિરાટ કોહલીનું નામ! તસવીર વાયરલ (twitter)


  ભારત અને પાકિસ્તાનની મેચને લઈને પ્રશંસકોમાં પણ જોરદાર ઉત્સાહ છે. આ મુકાબલાની બધી ટિકિટો વેચાઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાનની મેચનો માહોલ ભારત અને ઇંગ્લેન્ડની મેચ કરતા પણ વધારે છે.
  Published by:Ashish Goyal
  First published: