આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રને પરાજય પછી ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. આ પરાજય પછી એક મોટા સમાચાર આવી રહ્યા છે કે કેપ્ટન વિરાટ કોહલી સેમિ ફાઇનલ મેચમાં રિષભ પંતને ટીમમાં તક આપવા માંગતો ન હતો. જોકે કોચ રવિ શાસ્ત્રીના કહેવાથી પંતને તક મળી હતી.
પંત ઉપર ભડક્યો વિરાટ રિષભ પંત સેટ થઈ ગયા પછી સાન્તેનરના બોલર પર ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી હતી. પંત 56 બોલ સુધી ક્રીઝ ઉપર હતો અને પછી અચાનક હવામાં શોટ રમીને મિડવિકેટ ઉપર ઉભેલા ગ્રાન્ડહોમીને કેચ આપી બેઠો હતો.
પંત ખરાબ રીતે આઉટ થતા ડ્રેસિંગ રુમમાં બેસેલો વિરાટ કોહલી ભડક્યો હતો અને તે દરવાજો ખોલીને બાલ્કનીમાં બેસેલા રવિ શાસ્ત્રી પાસે ગયો હતો. રવિ શાસ્ત્રીને કોહલીએ ગુસ્સામાં કશુંક કહ્યું હતું. અટકળો કરવામાં આવી રહી છે કે વિરાટ કોહલી પંતના આવા જોખમભર્યા શોટ રમવાની આદતના કારણે પરેશાન છે. આથી તે પ્લેઇંગ ઇલેવનમાં તેને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવા માંગતો ન હતો. જોકે આ વાત પર હજુ સુધી પૃષ્ટી થઈ નથી.