Home /News /sport /મોટો ખુલાસો : સેમીફાઇનલમાં કોહલી ચાર નંબરે રમવા માંગતો હતો!

મોટો ખુલાસો : સેમીફાઇનલમાં કોહલી ચાર નંબરે રમવા માંગતો હતો!

વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

કોહલીની વાતથી મેનેજમેન્ટ સહમત ન થયું, અંતે ભારત થઈ ગયું વર્લ્ડ કપથી બહાર

  ન્યૂઝ18 ગુજરાતી : ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડથી હારીને વર્લ્ડ કપથી બહાર થઈ ગઈ અને આ હારની સાથે જ ટીમની એ સમસ્યા ઉપર પણ ચર્ચા થવા લાગી, જે લાંબા સમયથી ચાલી રહી હતી. નંબર ચાર પર મજબૂત બેટ્સમેન ન હોવો, જેને ટીમની હારનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે. નંબર ચાર મજબૂત ન હોવાથી વિખેરાતી ટીમ વધુ નબળી થતી થઈ અને તેના પરિણામે ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ.

  કેપ્ટન વિરાટ કોહલી પોતાની ટીમની આ નબળાઈને સારી રીતે જાણતો હતો, તેથી ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સેમીફાઇનલમાં તે નંબર ચાર પર બેટિંગ કરવા માંગતો હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની વાતથી સહમત ન થયું અને તેને પોતાના જ નંબરે આવવું પડ્યું.

  આ પણ વાંચો, કોહલીએ માનચેસ્ટરની હોટલ છોડતાં જ બ્રિટિશરોએ ઘેરી લીધો

  9 જુલાઈએ રમાયેલી સેમીફાઇનલ વરસાદના કારણે રિઝર્વ ડેમાં જતી રહી હતી. બીજા દિવસે ભારતની બેટિંગ આવી અને તેની સામે 240 રનનો લક્ષ્યાંક હતો. વરસાદના કારણે બોલિંગ વધુ જોખમી બની ગઈ અને ભારતે પોતાની મહત્વની ત્રણ વિકેટ માત્ર પાંચ રને ગુમાવી દીધી. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલી બાદ રુષભ પંત અને પછી હાર્દિક પંડ્યા મેદાન પર આવ્યો, પરંતુ તે થોડાક જ બોલનો સામનો કરી શક્યો. જોકે, રમત શરૂ થયા બાદ થોડી ઓવર બાદ વિકેટ બેટિંગ કરવા લાયક થઈ ગઈ, પરંતુ જ્યારે વિકેટ બેટ્સમેનોના હિસાબથી થઈ ત્યાં સુધી ટીમે પોતાની મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી હતી.

  હાર્દિક કે પંતને પહેલા મોકલવા જોઈતા હતા

  ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, રોહિત શર્મા અને કેએલ રાહુલ જ્યારે રિઝર્વ ડે પર ભારતીય ઇનિંગની શરૂઆત કરવા પહોંચ્યા તો ભારતીય કેપ્ટન વિરાટ કોહલી નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ડ્રેસિંગ રૂમની અંદર પેડ પહેરીને તૈયાર બેઠો હતો. ત્યારે તે જલ્દીથી કોચ રવિ શાસ્ત્રી, સહાયક કોચ સંજય બાંગડ અને એમએસ ધોનીની પાસે ચર્ચા કરવા માટે ગયો કે જો તે નંબર ચાર પર બેટિંગ કરવા જાય તો તે નિર્ણય કેવો રહેશે.

  આ પણ વાંચો, ધોનીની સંન્યાસની અટકળો વચ્ચે BCCIએ કહી આ વાત

  વિરાટ ઈચ્છતો હતો કે પંત કે પંડ્યામાંથી કોઈ એક પહેલા જઈને કેટલીક ઓવર બેટિંગ કરે, જેનાથી વિકેટનો ભેજ ઓછો થઈ શકે. પરંતુ રોહિતની વિકેટ પડ્યા બાદ કોહલી પોતાના જૂના સ્થાને જ આવ્યો. જોકે, બેટિંગનું સ્થાન ધોનીનું બદલવામાં આવ્યું અને તે સાતમા નંબરે આવ્યો એન તેણે ટીમની જીતની આશા પણ દર્શાવી, પરંતુ આ વખતે તે પોતાના પ્રચલિત અંદાજમાં મેચને ફિનિશ ન કરી શક્યો અને દુર્ભાગ્યપૂર્ણ રીતે રન આઉટ થઈ ગયો.

  2011 વર્લ્ડ કપમાં કેપ્ટન ધોનીએ પણ બદલ્યો હતો બેટિંગનો ક્રમ

  ઉલ્લેખનીય છે કે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 2011ની વર્લ્ડ કપ ફાઇનલમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પણ પોતાની બેટિંગ ક્રમ બદલીને તેણે પાંચમાં નંબરે બેટિંગ કરી હતી. ત્રીજી વિકેટ તરીકે વિરાટ કોહલી આઉટ થયા બાદ ધોની પેડ બાંધીને બેઠેલા યુવરાજ પહેલા બેટિંગ માટે ઉતર્યો હતો અને તેણે 79 બોલમાં અણનમ 91 રન કરીને ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.

  આ પણ વાંચો, CWC19: ધોનીની બેટિંગ પોઝિશનને લઈ ભડક્યા ગાવસ્કર, કહી આ વાત
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: ICC Cricket World Cup 2019, India vs new zealand, Team india, બીસીસીઆઇ, રવિ શાસ્ત્રી, વિરાટ કોહલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन