ધોનીની આ વાયરલ તસવીર જોઈને ચાહકોએ પણ અનુભવી પીડા!

ધોની

આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તસવીર જોયા બાદ ધોનીના ચાહકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

 • Share this:
  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં એમએસ ધોનીના બેટે કંઈ ખાસ કમાલ નથી કરી. ધોની પર સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ધોનીના ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો પણ તેની ધીમી બેટિંગ પર સવાલ ઉભા કરી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામે જ્યારે ટીમ ઇન્ડિયા હારનો સામનો કરી રહી હતી ત્યારે ધોની અણનમ રહીને પેવેલિયન પરત ફર્યો હતો, જે બાદમાં તેની બેટિંગની નિંદા થઈ હતી.

  જોકે, આ મેચ બાદ ખુલાસો થયો છે કે ધોનીને ઈજા પહોંચી હતી. તેના અંગૂઠામાંથી લોહી નીકળી રહ્યું હતું. આ દરમિયાન અંગૂઠામાંથી લોહી ચૂસી રહેલા ધોનીની એક તસવીર ખૂબ વાયરલ થઈ છે. જે બાદમાં ખુલાસો થયો છે કે ઈજાગ્રસ્ત હોવા છતાં ધોની મેદાન પર ઉભો રહ્યો હતો.

  આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તસવીર જોયા બાદ ધોનીના ચાહકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. ચાહકો તેને સલામ કરી રહ્યા છે.

  ચાહકો ભલે ધોનીની બેટિંગ પર સવાલો ઉઠાવી રહ્યા હોય પરંતુ આ વર્લ્ડ કપમાં ધોનીએ સાત રમતમાં 44.60ની સરેરાશથી 223 રન બનાવ્યા છે. ધોનીની સ્ટ્રાઇક રેટ 93.30 છે.  આ પણ વાંચો : આ મેચ પછી ધોની સંન્યાસ લેશે, વર્લ્ડ કપમાંથી આવ્યા મોટા સમાચાર
  Published by:Vinod Zankhaliya
  First published: