ક્રિકેટર વિજય શંકરે બતાવ્યું પોતાના ‘દુશ્મન’નું નામ!

News18 Gujarati
Updated: May 16, 2019, 4:16 PM IST
ક્રિકેટર વિજય શંકરે બતાવ્યું પોતાના ‘દુશ્મન’નું નામ!
વિજય શંકર (PC - BCCI)

શંકરે ગત વર્ષે શ્રીલંકામાં રમાયેલી નિદાસ ટ્રોફીની ફાઇનલમાં 19 બોલમાં 17 રન બનાવ્યા હતા ત્યારે તેની ઘણી ટિકા થઈ હતી

  • Share this:
ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે પોતાની સામે નંબર-4 પર બેટિંગ ક્રમને લઈને ચર્ચા થતી જોઈ છે. ઘણા પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ પંડિત આ ક્રમ માટે યુવા ખેલાડી રિષભ પંત અને અનુભવી ખેલાડી અંબાતી રાયડુને સારા વિકલ્પ માને છે. જોકે પાંચ સભ્યોની પસંદગી સમિતિએ આ બંનેને નકારતા વર્લ્ડ કપ માટે શંકરને તક આપી હતી. શંકરે ગત વર્ષે શ્રીલંકામાં રમાયેલી નિદાસ ટ્રોફીની ફાઇનલમાં 19 બોલમાં 17 રન બનાવ્યા હતા ત્યારે તેની ઘણી ટિકા થઈ હતી. જોકે દિનેશ કાર્તિકના કારણે ભારતે આ મેચ જીતી લીધી હતી. જોકે શંકર સામે તે મેચ હંમેશા સામે આવીને ઉભી રહે છે.

ફાઇનલમાં પ્રથમ વખત રમવા ઉતર્યો હતો
શંકરે આઈએએનએસ સાથે વાત કરતા કહ્યું હતું કે તે ઘટનાએ તેને જીવનમાં મહત્વનો પાઠ ભણાવ્યો હતો અને એક મજબૂત માણસ બનાવ્યો જે સમજી શક્યો કે વર્તમાન ક્ષણનો આનંદ કેવી રીતે ઉઠાવવામાં આવે છે. ક્રિકેટમાં વધારે દબાણ લેવું જોઈએ નહીં. તેણે કહ્યું હતું કે ઘણા લોકોને એ પણ ખબર ન હતી કે તે ફાઇનલ મેચમાં પ્રથમ વખત ભારતીય ટીમ તરફથી બેટિંગ કરવા ઉતર્યો હતો.

વિજય શંકર (PC - BCCI)


આ પણ વાંચો - વર્લ્ડ કપમાં સચિનના નામે છે આ 9 રેકોર્ડ્સ, જે આજે પણ છે અકબંધ

સોશિયલ મીડિયા મારા માટે બન્યું દુશ્મનવિજય શંકરે કહ્યું હતું કે હું નિશ્ચિત રીતે કહીશ કે નિદાસ ટ્રોફી એક ક્રિકેટર તરીકે મારા માટે જીવન બદલનારી ક્ષણ હતી. તે વાતને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને દરેક જાણે છે કે શું થયું હતું અને તે કેટલું મુશ્કેલ હતું. મેં લગભગ 50 ફોન કોલ લીધા હતા. મીડિયાના લોકો મને ફોન કરી રહ્યા હતા અને એ પણ સવાલ પૂછી રહ્યા હતા. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા મારા માટે મુસીબત બની ગયું હતું. હું થોડો નિરાશ થઈ ગયો હતો અને તેમાંથી બહાર નિકળવા સમય લાગ્યો હતો.

નંબર 4 ને લઈને ચાલી રહેલા વિવાદ પર શંકરે કહ્યું હતું કે તે શીખી ગયો છે કે દબાણથી મુક્ત બનીને કેવી રીતે રમાય છે અને હવે તેને ફરક પડતો નથી કે કોણ શું કહી રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં જ્યારે મેં નંબર 3 ઉપર બેટિંગ કરી તો મારું પ્રદર્શન સારું રહ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે ટીમ મેનજમેન્ટે મારા ઉપર વિશ્વાસ બતાવ્યો છે અને માન્યું છે કે આ કામ કરી શકું છું. આ કારણે તમને પ્રેરણા મળે છે.
First published: May 16, 2019
વધુ વાંચો
अगली ख़बर