ભારતે વર્લ્ડ કપ અભિયાનની શાનદાર શરુઆત કરી છે. પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો. હવે ભારતનો આગામી પડકાર ઓસ્ટ્રેલિયા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શનિવારને 9 જૂનના રોજ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3 કલાકે રમાશે.
દક્ષિણ આફ્રિકા સામે બોલરોએ રંગ રાખ્યો હતો. દક્ષિણ આફ્રિકા 50 ઓવરમાં 9 વિકેટે 227 રન બનાવી શક્યું હતું. . જવાબમાં ભારતે 47.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 230 રન બનાવી લીધા હતા.
16 જૂને પાકિસ્તાન સામે મુકાબલો
વર્લ્ડ કપ 2019માં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 16 જૂને રમાશે. ભારત વર્લ્ડ કપમાં ક્યારેય પાકિસ્તાન સામે હાર્યું નથી અને આ વિજયકૂચ જાળવી રાખવા ભારત આતુર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર