Home /News /sport /

વર્લ્ડ કપમાં નંબર 4 ઉપર આ ખેલાડી બતાવી ચૂક્યા છે દમ, કોહલીનો છે આવો રેકોર્ડ

વર્લ્ડ કપમાં નંબર 4 ઉપર આ ખેલાડી બતાવી ચૂક્યા છે દમ, કોહલીનો છે આવો રેકોર્ડ

વર્લ્ડ કપમાં નંબર 4 ઉપર આ ખેલાડી બતાવી ચૂક્યા છે દમ, કોહલીનો છે આવો રેકોર્ડ

ભારતીય ટીમ માટે છેલ્લા ઘણા વર્ષથી નંબર 4ની ગુત્થી એક રહસ્ય બનેલી છે

  ભારતીય ટીમ માટે છેલ્લા ઘણા વર્ષથી નંબર 4ની ગુત્થી એક રહસ્ય બનેલી છે. આ વખતે પણ આ નંબરે કોણ રમશે તેને લઈને ચર્ચા યથાવત્ છે. જોકે ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે વર્લ્ડ કપ 2019 માટે ટીમ પસંદ થયા પછી ઓલરાઉન્ડર વિજય શંકરને પ્રથમ પસંદગી બતાવતા તેને ટીમનો 3D (થ્રી ડાયમેંશનલ) ગણાવ્યો હતો. આ પછી કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેને ટીમનો મહત્વનો ખેલાડી ગણાવ્યો હતો. જોકે ક્રિકેટના મહાકુંભમાં ચોથા નંબરે કોણ રમશે તેણે લઈને તેણે સ્પષ્ટ રીતે કશું કહ્યું નથી.

  2015માં રહાણે હતો નંબર-4નો સ્ટાર
  ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયેલ ગત વર્લ્ડ કપમાં અજિંક્ય રહાણેએ સાત મેચનાં નંબર 4 ઉપર બેટિંગ કરતા 208 રન બનાવ્યા હતા. એક મેચમાં રૈનાએ 74 રન બનાવી પોતાનો દમ બતાવ્યો હતો. જોકે આ બંને આ વખતે ટીમના સભ્ય નથી.

  અજિંક્ય રહાણે


  આ પણ વાંચો - વર્લ્ડ કપમાં સચિનના નામે છે આ 9 રેકોર્ડ્સ, જે આજે પણ છે અકબંધ

  2011માં યુવી અને કોહલીનો હતો દમ
  ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં 2011નો વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. જેમાં વિરાટે નંબર 4 ઉપર બેટિંગ કરતા એક સદીની મદદથી 202 રન બનાવ્યા હતા. યુવરાજે ચોથા ક્રમે બે મેચમાં એક સદીની મદદથી 171 ન બનાવ્યા હતા.

  પ્રથમ બે વર્લ્ડ કપમાં ગુંડપ્પા વિશ્વનાથે (6 મેચમાં 145 રન) આ ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમ જ્યારે 1983માં વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે યશપાલ શર્મા (3 મેચમાં 112 રન) અને સંદીપ પાટિલે (3 મેચમાં 87 રન) નંબર 4 ઉપર ઉપયોગી યોગદાન આપ્યું હતું.

  સચિનનો રહ્યો છે જલવો

  1992ના વર્લ્ડ કપમાં ચોથા નંબરે સચિન તેંડુલકરે 7 મેચમાં 229 રન બનાવી પોતાનો દમ બતાવ્યો હતો. તે વર્લ્ડ કપમાં ભારત તરફથી નંબર 4 ઉપર 12 મેચ રમ્યો છે. જેમાં તેના નામે 400 રન છે.

  સચિન તેંડુલકર


  આ પછી મોહમ્મદ અઝહરુદ્દિન (9 મેચમાં 238 રન)નો નંબર આવે છે. ઇંગ્લેન્ડમાં યોજાયેલા 1999ના વર્લ્ડ કપમાં અજય જાડેજા (3 મેચમાં 182 રન), સચિન (3 મેચમાં 164 રન) અને અઝહરે (બે મેચમાં 31 રન) આ જવાબદારી સંભાળી હતી.

  દક્ષિણ આફ્રિકામાં રમાયેલ 2003ના વર્લ્ડ કપમાં મોહમ્મદ કૈફે સૌથી વધારે છ મેચમાં નંબર 4 ઉપર ઉતર્યો હતો. જેમાં તેણે 142 રન બનાવ્યા હતા. 2007ના વર્લ્ડ કપમાં સચિન બે અને ધોની એક મેચમાં આ નંબરે બેટિંગ પર ઉતર્યો હતો પણ ખાસ પ્રદર્શન રહ્યું ન હતું.આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ પ્રથમ રાઉન્ડમાંથી જ બહાર થઈ ગઈ હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Cricket world cup 2019, ICC Cricket World Cup 2019, ICC World cup, Team india, World cup 2019

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन