શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા આ ખેલાડીને આપી શકે છે આરામ

શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા આ ખેલાડીને આપી શકે છે આરામ (ફોટો - AP)

સેમિ ફાઇનલ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયા શનિવારે પોતાની અંતિમ લીગ મેચ શ્રીલંકા સામે રમશે

 • Share this:
  ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ-2019ની સેમિ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમિ ફાઇનલ મુકાબલા પહેલા ટીમ ઇન્ડિયા શનિવારે પોતાની અંતિમ લીગ મેચ શ્રીલંકા સામે રમશે. આ મુકાબલામાં હાર-જીતથી વધારે ફરક પડશે નહીં. આવા સમયે ટીમ ઇન્ડિયા કેટલાક ખેલાડીઓને આરામ આપી શકે છે.

  બુમરાહને મળશે આરામ!
  બોલિંગ મોર્ચે હાલ જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનું સૌથી મોટું હથિયાર છે. તે મેચ દર મેચ સતત વિકેટો ઝડપી રહ્યો છે. જોકે બની શકે કે કેપ્ટન વિરાટ કોહલી તેને શ્રીલંકા સામે આરામ આપે. બુમરાહ સતત ક્રિકેટ રમી રહ્યો છે. આવા સમયે કોહલી સેમિ ફાઇનલ જેવા મહત્વપૂર્ણ મુકાબલા પહેલા બુમરાહને આરામ આપવા માંગશે.

  બુમરાહ નથી ઇચ્છતો આરામ

  બાંગ્લાદેશ સામેની મેચ પછી જ્યારે બુમરાહને પુછવામાં આવ્યું હતું કે આગામી મેચમાં આરામ કરવા માંગશો? તો બુમરાહે સ્પષ્ટ કર્યું હતું કે આ મારો પ્રથમ વર્લ્ડ કપ છે, આવા સમયે વધારેમાં વધારે મેચ રમવા માંગીશ. તમે જેટલી વધારે મેચો રમો છો તેટલો વધારે એન્જોય કરશો.

  આ પણ વાંચો - ઇંગ્લેન્ડમાં વિરાટ-અનુષ્કા ફરવા નીકળ્યા, શેર કરી મસ્તીભરી તસવીરો

  (ફોટો - AP)


  વર્લ્ડ કપમાં હાલ જસપ્રીત બુમરાહનો દબદબો છે. ટીમ ઇન્ડિયાને જ્યારે વિકેટની જરુર હોય છે ત્યારે બુમરાહ અચૂક વિકેટ અપાવે છે. વર્લ્ડ કપમાં તે 7 મેચમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે. બુમરાહની ગેરહાજરીમાં નવા બોલની આગેવાની ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી સંભાળી શકે છે.
  Published by:Ashish Goyal
  First published: