વર્લ્ડ કપ પહેલા ગાંગુલીનું મોટું નિવેદન, ટીમ ઈન્ડિયાને આ પ્લેયરની ખોટ વર્તાશે

News18 Gujarati
Updated: May 14, 2019, 6:11 PM IST
વર્લ્ડ કપ પહેલા ગાંગુલીનું મોટું નિવેદન, ટીમ ઈન્ડિયાને આ પ્લેયરની ખોટ વર્તાશે
સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી (ફાઇલ ફોટો)

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સને 6 સીઝન બાદ પ્લેઓફમાં પહોંચાડવામાં આ પ્લેયરની મહત્વની ભૂમિકા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈપીએલ સીઝન 12ના સ્ટાર પ્લેયર રિષભ પંત માટે મોટા સમાચાર છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ સોમવારે કહ્યું કે ટીમ ઈન્ડિયાને 30 મેથી ઈંગ્લેન્ડના વેલ્સમાં શરૂ થનારા વનડે વર્લ્ડ કપમાં રિષભ પંતની ખોટ વર્તાશે. આપને જણાવી દઈએ કે સિલેક્ટર્સે પંતને વર્લ્ડ કપ ટીમમાં સામે નથી કરવામાં આવ્યો.

દિલ્હીના સલાહકાર છે ગાંગુલી


પંતે જોકે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતા જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને 6 સીઝન બાદ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં મદદ કરી હતી. ગાંગુલી આ સીઝન દિલ્હીન ટીમના સલાહકાર હતા.

કેદાર જલદી થશે ફિટ
ગાંગુલીએ કહ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશે. ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે પંતને ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સામેલ કરવો જોઈએ? તેની પર ગાંગુલએ કહ્યું કે, તમે આ રીતે ન કહી શકો. મને આશા છે કે કેદાર જલદી ફિટ થઈ જશે, તેમ છતાંય પંતની ખોટ વર્તાશે.

રોહિતને ગણાવ્યો સર્વશ્રેષ્ઠ કેપ્ટનો પૈકી એક

રોહિત શર્માએ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વાર આઈપીએલ ટાઇટલ અપાવ્યું. રોહિતની કેપ્ટન્સી પર ગાંગુલએ કહ્યું કે, તે સર્વશ્રેષ્ઠ કેપ્ટનો પૈકી એક છે. મુંબઈ અને ચેન્નઈ બંને જ શાનદાર ટીમો છે. દિલ્હીની આ સફળ સીઝન પર ગાંગુલીએ કહ્યું કે, અમે સારું પ્રદર્શન કર્યું પરંતુ ફાઇનલ સુધી ન પહોંચી શક્યા.
First published: May 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading