અખ્તર પાકિસ્તાનની ટીમ પર ભડક્યો, કહ્યું - કેપ્ટનનું પેટ લટકી રહ્યું છે

પાકિસ્તાનના બેટ્સમેનો આઉટ થતા હતા તેને જોઈને શોએબ અખ્તરે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે બોલતી બંધ

News18 Gujarati
Updated: June 1, 2019, 9:39 PM IST
અખ્તર પાકિસ્તાનની ટીમ પર ભડક્યો, કહ્યું - કેપ્ટનનું પેટ લટકી રહ્યું છે
શોએબ અખ્તર પાકિસ્તાનની ટીમ પર ભડક્યો, કહ્યું - કેપ્ટનનું પેટ લટકી રહ્યું છે
News18 Gujarati
Updated: June 1, 2019, 9:39 PM IST
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં વેસ્ટ ઇન્ડીઝ સામે કારમાં પરાજય પછી પાકિસ્તાનની ટીમની ટિકા કરી છે. ખાસ કરીને કેપ્ટન સરફરાઝ અહમદને નિશાન બનાવ્યો છે. અખ્તરે તેની ફિટનેસ ઉપર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેણે સરફરાઝ કરતા વધારે અનફિટ કેપ્ટન જોયો નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો વેસ્ટ ઇન્ડીઝ સામે 7 વિકેટે પરાજય થયો હતો. આ પાકિસ્તાનનો આ સતત 11મો પરાજય છે.

મેચ દરમિયાન જે રીતે પાકિસ્તાનના બેટ્સમેનો આઉટ થતા હતા તેને જોઈને શોએબ અખ્તરે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે બોલતી બંધ. આ પછી તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે જણાવી રહ્યો છે કે ખરાબ ફિટનેસના કારણે સરફરાઝ મેચમાં કેવી રીતે પરેશાન થઈ રહ્યો હતો.અખ્તરે કહ્યું હતું કે જ્યારે તે ટોસ માટે આવ્યો હતો ત્યારે તેનું પેટ લટકી રહ્યું હતું. આટલું મોટુ પેટ છે તેનું, આટલું મોટુ મો છે તેનું. પ્રથમ પાકિસ્તાની કેપ્ટન આટલો અનફિટ જોયો છે.

 અખ્તરે મેચ દરમિયાન ટીમમાં લડવાની તાકાત ઉપર પણ નિરાશા વ્યક્ત કરી હતી. જોકે તેણે ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરને પ્રશંસા કરી હતી. આમિરે વેસ્ટ ઇન્ડીઝની ત્રણેય વિકેટ ઝડપી હતી.
First published: June 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...