Home /News /sport /

ICC વર્લ્ડ કપ પહેલા ધવન બોલ્યો - રોહિત શર્મા મારી પત્ની નથી!

ICC વર્લ્ડ કપ પહેલા ધવન બોલ્યો - રોહિત શર્મા મારી પત્ની નથી!

ICC વર્લ્ડ કપ પહેલા ધવન બોલ્યો - રોહિત શર્મા મારી પત્ની નથી!

ભારતીય બોલિંગ વિશે ધવને કહ્યું હતું કે અમારી પાસે બુમરાહ, ભુવનેશ્વર અને શમીના રુપમાં મજબૂત બોલિંગ આક્રમણ છે

    આઇસીસી ઇવેન્ટ્સમાં શિખર ધવન ટીમ ઇન્ડિયા માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. તેણે દેશ માટે રમેલ અત્યાર સુધીની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં દમદાર પ્રદર્શન કર્યું છે. ઇન્ડિયન ટીમને વર્લ્ડ કપ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે ત્યારે ધવનના પ્રદર્શન ઉપર બધાની નજર રહેશે. વર્લ્ડ કપ પહેલા ધવને એક ઇન્ટરવ્યૂમાં ટીમ વિશે ઘણી વાત કરી હતી.

    આઈએએનએસને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે તેને સવાલ કરવામાં આવ્યો કે આગામી ટૂર્નામેન્ટ પહેલા તે રોહિત સાથે સતત વાતચીત કરી રહ્યો છે? ધવને કહ્યું હતું કે રોહિત મારી પત્ની નથી કે હંમેશા તેની સાથે વાતો કરતો રહું. વાત કરવાથી શું થશે? રોહિત મારી પત્ની થોડો છે. જો તમે કોઈ સાથે વર્ષો સુધી રમતા રહો તો તમે તેને સારી રીતે જાણી જાવ છો. રોહિતની સાથે અમે કશું વિશેષ કરતા નથી. પૃથ્વી શો સાથે બેટિંગ કરતા સમયે પણ આ બાબત લાગુ પડે છે. જો એક ખેલાડી ઝડપથી રન બનાવી રહ્યો હોય તો બીજાએ તેને સાથ આપવો પડશે.

    વર્લ્ડ કપ પહેલા ધવને એક ઇન્ટરવ્યૂમાં ટીમ વિશે ઘણી વાત કરી


    આ પણ વાંચો - ચોથા ક્રમને લઈને ચિંતિત નથી કોચ શાસ્ત્રી, કહ્યું - અમારી પાસે ઘણા ઓપ્શન

    મોટી ટૂર્નામેન્ટમાં રમતા પહેલા પોતાની ઉપર પડનારા દબાણ પર ધવને કહ્યું હતું કે દબાણ કઈ વાતનું? આ મારું રોજનું કામ છે. હું સામાન્ય વાતો ઉપર ધ્યાન રાખું છું અને મારું મગજ હંમેશા સાફ રહે છે. ક્યારેક-ક્યારેક તમે રન બનાવો છો અને ક્યારેક આમ બનતું નથી. હું હંમેશા શાંત રહુ છું. હું વધારે ચિંતા કરવા ઉપર વિશ્વાસ કરતો નથી.

    ભારતીય બોલિંગ વિશે ધવને કહ્યું હતું કે અમારી પાસે બુમરાહ, ભુવનેશ્વર અને શમીના રુપમાં મજબૂત બોલિંગ આક્રમણ છે. આ સિવાય હાર્દિક પંડ્યા પણ છે. અમારી ટીમ ઘણી સંતુલિત છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket world cup 2019, ICC Cricket World Cup 2019, ICC World cup, Shikhar dhawan, World cup 2019, રોહિત શર્મા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन