પાકિસ્તાનમાં ગુસ્સો, સરફરાઝને પાછો બોલાવવાની કરી રહ્યા છે માંગણી

ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરના મેદાન ઉપર 16 જૂને રમાયેલ વર્લ્ડ કપના મહામુકાબલામાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના લોકો પોતાના કેપ્ટનથી ઘણા નારાજ

News18 Gujarati
Updated: June 17, 2019, 4:28 PM IST
પાકિસ્તાનમાં ગુસ્સો, સરફરાઝને પાછો બોલાવવાની કરી રહ્યા છે માંગણી
પાકિસ્તાનમાં ગુસ્સો, સરફરાઝને પાછો બોલાવવાની કરી રહ્યા છે માંગણી
News18 Gujarati
Updated: June 17, 2019, 4:28 PM IST
ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરના મેદાન ઉપર 16 જૂને રમાયેલ વર્લ્ડ કપના મહામુકાબલામાં ભારત સામે હાર્યા પછી પાકિસ્તાનના લોકો પોતાના કેપ્ટનથી ઘણા નારાજ છે. ટ્વિટર ઉપર પાકિસ્તાનમાં #سرفراز_کو_گھر_بھیجو (સરફરાઝને ઘરે મોકલો) ટોપ ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે. ભારત સામે મળેલા પરાજય માટે પાકિસ્તાનના લોકો પોતાના કેપ્ટન અને વિકેટકિપર બેટ્સમેન સરફરાઝ અહમદને જવાબદાર માની રહ્યા છે. સરફરાઝ અહમદની સૌથી ખરાબ ટિકા તેના નિર્ણયને લઈને થઈ રહી છે, જેમાં તેણે ટોસ જીતીને બેટિંગ કરવાના બદલે ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ભારતના બેટ્સમેનોએ પાકિસ્તાનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. સરફરાઝ ઉપર પોતાના પીએમ ઇમરાન ખાનની વાત પણ ના માનવાનો આરોપ છે.

આ સિવાય સરફરાઝની એક તસવીરના કારણે પણ જોરદાર ટિકા થઈ રહી છે. જ્યારે ભારતીય બેટ્સમેનો પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરી રહ્યા હતા ત્યારે સરફરાઝ અહમદ વિકેટ પાછળ બગાસા ખાતો હતો. પાકિસ્તાનના ખેલાડીઓ પાર્ટીમાં જે રીતે ખાય છે તેના કારણે પણ લોકોના નિશાને છે. બીજા દેશોના ક્રિકેટરોની સરખામણીએ પાકિસ્તાની ક્રિકેટરોની ફિટનેસને લઈને સવાલ ઉભા કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - શોએબની મેચ પહેલાં સાનિયા-મિત્રો સાથે હુક્કા પાર્ટી, Video Viralસરફરાઝ ઉપર ભારત સામે રમેલ ક્રિકેટ મેચમાં સતત નકારાત્મક માહોલ બનાવવા, મેચમાં સક્રિય ના રહેવા અને ભારત જેવી ટીમ સામે ઉદાસી ભર્યું વલણ રાખવાનો આરોપ લાગી રહ્યો છે. ભારત સામે બે તક એવી હતી જ્યારે રોહિત શર્માને આરામથી રન આઉટ કરી શકાતો હતો પણ પાકિસ્તાનના ખેલાડીઓએ આ આસાન તક ગુમાવી દીધી હતી.

આ પહેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ પણ સરફરાઝ સહિત આખી ટીમની ફિટનેસ ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આ બધા કારણોસર પાકિસ્તાનના લોકો કેપ્ટનને ઘરે બોલાવવાની માંગણી કરી રહ્યા છે. પાકિસ્તાનના લોકો ગુસ્સે ભરાયો છે.
First published: June 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...